નવી દિલ્હી: દેશની સૌથી મોટી બેન્ક SBIમાંથી લોન લેવું સરળ અને સસ્તુ બન્યું છે. SBIએ લોન પર MCLR રેટમાં 0.10 ટકા કાપની સોમવારે જાહેરાત કરી છે. આ કાપ સાથે એક વર્ષનો માર્જિનલ કોસ્ટ લેન્ડિંગ રેટ (MCLR) 8%થી ઘટીને 7.90 % વાર્ષિક થયો છે. બેંક તરફથી વ્યાજદરમાં આ કાપની જાહેરાત 10 ડિસેમ્બર 2019થી પ્રભાવી થઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝારખંડ ચૂંટણી: કર્ણાટક પેટાચૂંટણીના પરિણામોથી 3 મોટા સંદેશ મળ્યાં, જનતાએ પાઠ ભણાવ્યો- PM મોદી


સ્ટેટ બેંકે ગ્રાહકોને આપી મોટી રાહત
SBIએ ચાલુ નાણાકીય વર્ષમાં સતત આઠમી વાર MCLRમાં કાપ મૂક્યો છે. સૌથી મોટી બેંકે નિવેદન બહાર પાડીને જાહેરાત કરી છે કે વ્યાજ દરમાં કાપની સાથે તે દેશમાં સૌથી સસ્તા દરે લોન ઉપલબ્ધ કરાવનારી બેંક બની ગઈ છે. SBI અસેટ્સ, ડિપોઝીટ, શાખાઓ, ગ્રાહકો, અને કર્મચારીઓના મુદ્દે દેશની સૌથી મોટી બેંક છે. 


કુલભૂષણ જાધવ મામલે પાકિસ્તાનનો હવે નવો પેંતરો, કહ્યું- PAK વકીલ જ જાધવનો પક્ષ રજૂ કરશે


SBI પાસે છે સૌથી મોટું બજાર
ભારતીય સ્ટેટ બેંક (SBI) આ કાપ બાદ દેશમાં સૌથી સસ્તી લોન ઉપલબ્ધ કરાવનારી બેંક બની ગઈ છે. બેંકના વ્યાજ દરોમાં કાપનો હેતુ નીતિગત વ્યાજ દરોમાં કાપનો ફાયદો લોકો સુધી પહોંચાડવાનો છે. ભારતીય સ્ટેટ  બેંક (SBI) પાસે Home loans અને Auto loansના કુલ બજારની લગભગ 25 ટકા ભાગીદારી છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube