નવી દિલ્હી: SBI Changes Rule: દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ જાહેરાત કરી છે કે તેણે હવે દરેક શાખામાં મની ટ્રાન્સફર માટે ઇમીઝિએટ પેમેન્ટ સર્વિસ (IMPS) ની મર્યાદામાં વધારો કર્યો છે. બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 1 ફેબ્રુઆરી, 2022થી, IMPS ટ્રાન્ઝેક્શન માટે એક નવો સ્લેબ ઉમેરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ નવો સ્લેબ 2 લાખથી 5 લાખ રૂપિયા સુધીનો છે. રૂ. 2 લાખથી રૂ. 5 લાખની વચ્ચેની રકમ માટે IMPS દ્વારા નાણાં મોકલવા માટેનો ચાર્જ રૂ. 20 પ્લસ GST હશે. IMPS એ બેંકો દ્વારા પૂરી પાડવામાં આવતી આવી ચુકવણી સેવા છે, જેના દ્વારા રિયલ ટાઇમ ઇન્ટર બેંક ફંડ ટ્રાન્સફર ઉપલબ્ધ છે, જે રવિવાર અને તમામ રજાઓ સહિત 24 X 7 ઉપલબ્ધ છે.


જાણો શું છે IMPS?
આઇએમપીએસ (IMPS) એટલે  ઇમીડિટેટ મોબાઈલ પેમેન્ટ સર્વિસ, જેના દ્વારા કોઈપણ ખાતાધારકને ગમે ત્યાં, ગમે ત્યારે પૈસા મોકલી શકાય છે. આમાં પૈસા મોકલવા માટે સમયનું કોઈ નિયંત્રણ નથી. આ વિશેષ સેવા હેઠળ, તમે IMPS દ્વારા કોઈપણ સમયે, દિવસના 24 કલાક, અઠવાડિયાના સાતેય દિવસ થોડી સેકંડમાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો.

Budget 2022 :1950 માં કેટલો હતો ઇનકમ ટેક્સ? હવે વધીને અહીં પહોંચ્યો; એકદમ રોચક છે જાણકારી


જોકે, ભારતમાં ઓનલાઈન બેંકિંગ દ્વારા ગમે ત્યાં, ગમે ત્યારે પૈસા મોકલી શકાય છે, પરંતુ પૈસા મોકલવાની પદ્ધતિઓ અલગ છે. ઓનલાઈન બેંકિંગમાંથી પૈસા ટ્રાન્સફર કરવાની ત્રણ રીતો પણ છે - આઇએમપીએસ (IMPS), એનઇએફટી (NEFT), આરટીજીએસ (RTGS) ના નામ સામેલ છે.


ઉલ્લેખનીય છે કે તેનું સંચાલન નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવે છે. આમાં ફંડ ટ્રાન્સફર કરવાથી તરત જ પૈસા ટ્રાન્સફર થાય છે. IMPS આખા વર્ષ દરમિયાન 24×7 ઉપલબ્ધ છે. પરંતુ, NEFT અને RTGSમાં આ સુવિધા ઉપલબ્ધ નથી.


આરબીઆઈએ કરી આ જાહેરાત
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે ઓક્ટોબરમાં IMPS સેવાને લઈને મોટી જાહેરાત કરી હતી. આ અંતર્ગત હવે ગ્રાહકો એક દિવસમાં 5 લાખ રૂપિયા સુધીના વ્યવહારો કરી શકશે. તમને જણાવી દઈએ કે પહેલા આ લિમિટ 2 લાખ રૂપિયા હતી.


SBI ની ખાસ ઓફર
SBIએ નવા વર્ષ પર ગ્રાહકો માટે ખાસ ઓફર રજૂ કરી છે. લોકોને પર્સનલ લોન પર વધુ વ્યાજ ચૂકવવું પડે છે. એટલા માટે SBI એ તેના ગ્રાહકો માટે પ્રી-એપ્રૂવ્ડ પર્સનલ લોનની ઓફર રજૂ કરી છે, જેનો લાભ YONO એપ દ્વારા મેળવી શકાય છે. આ અંતર્ગત બેંક ગ્રાહકોને પર્સનલ લોન પર ખાસ ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ગ્રાહકોને ઝીરો પ્રોસેસિંગ ફી પર લોન આપશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube