SBI માં એકાઉન્ટ છે તો બસ જમા કરાવો 342 રૂપિયા, મળશે 4 લાખનો બંપર ફાયદો; જાણો ડિટેલ
દેશના સૌથી મોટી સાર્વજનિક ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા (SBI) એ પોતાના ટ્વિટર હેન્ડલ પર બે સ્કીમ વિશે ટ્વીટ કરી જાણકારી આપી છે. SBI એ પોતાના ટ્વીટમાં જણાવ્યું છે કે પોતાની જરૂરિયાત અનુસાર વિમો કરાવો અને ચિંતા મુક્ત જીવન જીવો
નવી દિલ્હી: કોરોના વાયરસના કહેર બાદ લોકોમાં વિમાને લઇને વધુ સમજ જોવા મળી રહી છે. જીવનની અસ્થિરતામાં વિમાનું મહત્વ હવે લોકો સારી રીતે સમજવા લાગ્યા છે. સરકાર પણ સમાજના દરેક વર્ગ સુધી વિમો પહોંચાડવા માટે ખૂબ ઓછા પૈસામાં વિમાની સુવિધા આપી રહી છે. આ ક્રમમાં સરકારની સ્ક્રીમ, પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના (PMSBY) અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજના (PMJJBY) જે તમને 4 લાખ રૂપિયા સુધીનું કવર આપી રહી છે. સૌથી ખાસ વાત એ છે તેના માટે તમારે ફક્ત 342 રૂપિયા જ ચૂકવવા પડે છે.
મળશે 4 લાખનો બંપર ફાયદો
દેશના સૌથી મોટી સાર્વજનિક ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા (SBI) એ પોતાના ટ્વિટર હેન્ડલ પર બે સ્કીમ વિશે ટ્વીટ કરી જાણકારી આપી છે. SBI એ પોતાના ટ્વીટમાં જણાવ્યું છે કે પોતાની જરૂરિયાત અનુસાર વિમો કરાવો અને ચિંતા મુક્ત જીવન જીવો. ઓટો ડેબિટ સુવિધાના માધ્યમથી બચત એકાઉન્ટના એકાઉન્ટ હોલ્ડર વડે પ્રીમિયમ કપાશે. વ્યક્તિગત ફક્ત એક બચત ખાતાના માધ્યમથી યોજનામાં જોડાવવા માટે પાત્ર રહેશે.
પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના (PMSBY)
તમને જણાવી દઇએ કે પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના હેઠળ દુર્ઘટનામાં વિમા ધારકનું મૃત્યું થતાં અને સંપૂર્ણરીતે વિકલાંગ થઇ જતાં 2 લાખ રૂપિયાનું વળતર મળે છે. આ યોજના હેઠળ જો વિમા ધારક આંશિક રીતે કાયમી વિકલાંગ થઇ જાય છે તો તેને 1 લાખ રૂપિયાનું કવર મળે છે. તેમાંથી 18 થી 70 વર્ષ સુધીની કોઇપણ વ્યક્તિ પણ કવર લઇ શકે છે. આ યોજનાનું વાર્ષિક પ્રિમીયમ ફક્ત 12 રૂપિયા છે.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજના (PMJJBY)
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના હેઠળ વિમા ધારકનું મૃત્યું થઇ જતાં નોમિનીને 2 લાખ રૂપિયા મળે છે. આ યોજનાનો લાભ 18 થી 50 વર્ષ સુધીની કોઇપણ વ્યક્તિ લઇ શકે છે. આ સ્કીમ માટે પણ ફક્ત 330 રૂપિયા વાર્ષિક પ્રીમિયમ આપવું પડે છે. તમને જણાવી દઇએ કે આ બંને ટર્મ ઇંશ્યોરન્સ પોલિસી છે. આ વિમો વર્ષ માટે હોય છે.
Credit Card બજારમાં HDFC Bank એ ફરી મારી એન્ટ્રી, આ ખૂબીઓ સાથે લોન્ચ કર્યા 3 નવા કાર્ડ
વિમા કવર 1 જૂનથી 31 મે સુધી
તમને જણાવી દઇએ કે વિમા કવર 1 જૂનથી 31 મે સુધી હોય છે. તેના માટે તમારું બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે. બેંક એકાઉન્ટ બંધ થતાં આ પ્રીમિયમ કપાય તે વખતે તમારા એકાઉન્ટમાં પુરૂતુ બેલેન્સ ન હોય તો વિમો રદ થઇ શકે છે. એટલા માટે વિમા લેસ પહેલાં પણ તમામ જાણકારી જરૂર લઇ લો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube