નવી દિલ્હીઃ દેશભરમાં સૌથી વધુ શાખાઓ વાળી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ (SBI) શનિવાર (14 સપ્ટેમ્બર)ના લદ્દાખના દિસ્કિત ગામમાં પોતાની નવી શાખા (Branch) સ્થાપિત કરી નવો કીર્તિમાન બનાવ્યો છે, કારણ કે આ ગામ સમુદ્ર તટથી 10,310 ફીટની ઉંચાઈ પર આવેલુ છે. એસબીઆઈના ચેરમેન રજનીશ કુમારે નુબ્રા ઘાટીમાં આ બ્રાન્ચનું ઉદ્ઘાટન કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશની સૌથી મોટી સરકારી બેન્કની નવી બ્રાન્ચ પાકિસ્તાન બોર્ડરના તુરતુકથી 80 કિમી દૂર સ્થિત છે. તો સિયાચિન બોર્ડરથી તેનું અંતર 150 કિમી છે. હાલમાં અસ્તિત્વમાં આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખના દિસ્કિત ગામમાં 6000 લોકો વસવાટ કરે છે. 


બેન્કે લદ્દાખના દૂરના વિસ્તારમાં નાણાકીય સમાવેશનનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ હેઠક લદ્દાખ વિસ્તારમાં સ્ટેટ બેન્કની 14 બ્રાન્ચ છે. હવે નવો કેન્દ્ર શાસિત પ્રદેશ બનવા પર એસબીઆઈ લદ્દાખમાં વધુ બ્રાન્ચ ખોલશે. એસબીઆઈએ જમ્મૂ કાશ્મીર અને લદ્દાખમાં સ્ટેટ લેવલ બેન્કર કમિટી (SLBC)ની જવાબદારી લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. 


વાંચો બિઝનેસના અન્ય સમાચાર