નવી દિલ્હીઃ જાહેર ક્ષેત્રની દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)એ મેટ્રો અને રૂરલ એરિયા માટે મિનિમમ બેલેન્સની લિમિટ ઘટાડી દીધી છે. હવે મેટ્રો અને અર્બન સિટી માટે મંથલી એરવેજ બેલેન્સ 3000 હજાર રૂપિયા અને રૂરલ એરિયા માટે તે 1000 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. આ સાથે મિનિમમ બેલેન્ટ મેન્ટેન ન કરવા પર લાગતા ચાર્જને પણ ઘટાડી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

45 કરોડ ગ્રાહકોને મળશે ફાયદો
એસબીઆઈના નવા નિયમનો ફાયદો આશરે 45 કરોડ ગ્રાહકોને મળશે. સામાન્ય રીતે મિનિમમ બેલેન્ટ મેન્ટેન ન કરવા પર 5-15 રૂપિયાનો ચાર્જ અને જીએસટી અલગથી લાગતું હતું. એસબીઆઈએ એપ્રિલ 2017મા મિનિમમ એવરેજ બેલેન્જ ચાર્જ લાગૂ કર્યો હતો. 


કઈ રીતે લાગશે ચાર્જ
મેટ્રો સિટીની વાત કરીએ તો મિનિમમ બેલેન્સમાં 50 ટકા ઘટપા પર દંડના રૂસમાં 10 રૂપિયા અને જીએસટી લાગશે. જો તેમાં 50-75 ટકાનો ઘટાડો થાય તો ચાર્જ 12 રૂપિયા અને જીએસટી લાગશે. જો એકાઉન્ટ હોલ્ડરનું બેલેન્સ 75 ટકાથી વધુ ઘટે તો ફાઇનના રૂપમાં 15 રૂપિયા અને જીએસટી લાગશે. 


ટ્રેન રિઝર્વેશનનો નિયમ ફરી બદલાયો, હવે આટલી વાર પહેલાં જાહેર થશે રિઝર્વેશન ચાર્ટ


1 ઓક્ટોબરથી રેમિટેન્સ પર TCS
આ સિવાય 1 ઓક્ટોબરથી ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ (Tax Collected at Source )ને પણ લાગૂ કરવામાં આવ્યું છે. આ હેઠળ એક નાણાકીય વર્ષમાં 7 લાખથી વધુ રેમિટેન્સ મોકલવા પર તેને લાગૂ કરવામાં આવશે. પરંતુ તેમાં એજ્યુકેશન લોન સંબંધી પેમેન્ટ સામેલ નથી. વિદેશ ફરવાના ઈરાદાને લઈને મોકલાતા પૈસા પર ટીસીએસ વસૂલ કરવામાં આવશે. આ અમાઉન્ટ જો સાત લાખથી ઓછી હશે ત્યારે પણ ટીસીએસ લાગૂ થાય છે. 


બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube