નવી દિલ્હી: સાર્વજનિક ક્ષેત્રની દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (State Bank of India)એ MCLRમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. સ્ટેટ બેન્કે MCLR રેટમાં 10 બેઝ પોઇન્ટમાં ઘટાડો કર્યો છે. આ નિયમ 10 સપ્ટેમ્બરથી લાગુ થઇ રહ્યો છે. નાણાકીય વર્ષ 2019-20માં અત્યાર સુધી MCLRના દરોમાં પાંચ વખત ઘટાડો આવી ચુક્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- તહેવારની સીઝનનો ઉઠાવો ફાયદો, આ બેન્ક આપી રહી છે સસ્તી Home Loan


આ ઉપરાંત બેન્કે ડિપોઝિટ રેટમાં પણ ઘટાડો કરવાની જાહેરાત કરી છે. SBIએ રિટેલ ટાઇમ ડિપોઝિટ (TD)માં 20-25 બેઝ પાઇન્ટ અને બલ્ક TD (ટાઇમ ડિપોઝિટ) csx 10-20 બેઝ પોઇન્ટ્સનો ઘટાડો કર્યો છે. ઘટાડાની જાહેરાત બાદ 10 સપ્ટેમ્બરથી એક વર્ષ માટે MCLR 8.25 ટાકથી ઘટની 8.15 ટકા સુધી પહોંચી ગયો છે.


આ પણ વાંચો:- ભારતનો વિદેશી મુદ્રા ભંડાર 429 બિલિયન ડોલર, જાણો કેટલો છે ચીનનો


1 મેથી અત્યાર સુધી એસબીઆઇએ વ્યાજના દરમાં 40 બેઝ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. 1 મેથી પહેલા એસબીઆઇના દર 8.55 ટાક હતા, જે હવે ઘટીને 8.15 ટકા થઇ ગયા છે. આ પહેલા એસબીઆઇએ 10 જૂનના પણ એમસીએલઆરના દરમાં ઘટાડો કર્યો હતો.


જુઓ Live TV:-


બિઝનેસના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...