નવી દિલ્લીઃ શું તમે નોકરી પર ગયા વિના સારી એવી કમાણી કરવા માંગો છો? શું તમે એક બેઠી આવક ઉભી કરવા માંગો છો? જો તમારો જવાબ હાં છે, તો ભારતીય સ્ટેટ બેંક દ્વારા આપવામાં આવેલી આ ઓફર તમારી લાઈફ બદલી શકે છે. જો તમે પણ નૌકરી સાથે એકસ્ટ્રા ઈન્કમ મેળવવા માગો છો તો એસબીઆઈ તમને શાનદાર મોકો આપી રહ્યું છે. એસબીઆઈમાં તમારે થોડા દસ્તાવેજ જમા કરાવવાના રહેશે જે બાદ દર મહિને 60 હજાર રૂપિયા કમાઈ શકો છો. આવો જાણીએ કેવી રીતે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની એટીએમ ફ્રેન્ચાઈઝી-
એસબીઆઈની એટીએમ ફ્રેન્ચાઈઝી લઈને તમે એકસ્ટ્રા ઈન્કમ મેળવી શકો છો. હક્કિતમાં, એટીએમ કોઈ બેન્ક દ્વારા નથી લગાવવામાં આવતુ પણ તેના માટે અલગ કંપની હોય છે, જે ફ્રેન્ચાઈઝી હેઠળ એટીએમ લગાવે છે. બેન્ક તે અંગે કોન્ટ્રાક્ટ આપે છે અને જગ્યા-જગ્યા એટીએમ લગાવવાનું કામ કરે છે. આવો જાણીએ તેની પુરી પ્રક્રિયા વિશે.


SBI ATM ફ્રેન્ચાઈઝી કેવી રીતે મળશે?
1. તમારી પાસે 60થી 80 સ્કેવર ફૂટની જગ્યા હોવી જોઈએ.
2. સાથે જ બીજા એટીએમથી તેની દૂરી 100 મીટર હોવી જોઈએ.
3. એટીએમ સ્પેસ ગ્રાઉન્ડ ફ્લોર અને સારી વિઝીબિલીટીવાળી જગ્યા પર હોવું જોઈએ.
4. આ જગ્યા પર 24 કલાક પાવર સપ્લાઈ હોવો જોઈએ.
5. 1 કિલોવૉટ વિજળી કનેક્શન હોવું પણ જરૂરી છે.
6. પ્રતિદિવસ 300 ટ્રાન્ઝેક્શનની ક્ષમતા હોવી જોઈએ.
7. એટીએમની જગ્યા પર કોંક્રિટની છત હોવી જોઈએ.
8. વી-સેટી લગાવવા માટે સોસાયટી અથવા અથૉરિટી પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ હોવું જરૂરી છે.


એટીએમ ફ્રેન્ચાઈઝી માટે જરૂરી દસ્તાવેજ-
1. આઈડી પ્રૂફ- આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટર કાર્ડ
2. એડ્રેસ પ્રૂફ- રાશન કાર્ડ, ઈલેક્ટ્રિસિટી બિલ
3. બેન્ક અકાઉન્ટ અને પાસબૂક
4. ફોટોગ્રાફ, ઈ-મેલ આઈડી, ફોન નંબર
5. જીએસટી નંબર
6. ફાઈનેશિયલ ડૉક્યુમેન્ટ્સ


કેવી રીતે કરવું આવેદન-
જો તમે એસબીઆઈ એટીએમ ફ્રેન્ચાઈઝી લેવા માગો છો તો ફ્રેન્ચાઈઝી આપનારી કંપનીઓની અધિકારીક વેબસાઈટ પર વિઝિટ કરી તમે ઓનલાઈન આવેદન કરી શકો છો. ભારતમાં એટીએમ લગાવવાનો કોન્ટ્રાક્ટ ટાટા ઈન્ડિકેશ, મૂટહુટ એટીએમ અને ઈન્ડિયા વન એટીએમ પાસે છે.


ઓફિસિયલ વેબસાઈટ-
Tata Indicash - www.indicash.co.in
Muthoot ATM - www.muthootatm.com/suggest-atm.html
India one ATM - india1atm.in/rent-your-space


કેટલી થઈ શકે છે આવક-
એટીએમ લગાવવા પર દર કેશ ટ્રાન્ઝેક્શન પર 8 રૂપિયા અને નોન કેશ ટ્રાન્ઝેક્શન પર 2 રૂપિયા મળે છે. જે મુજબ દર વર્ષે રિટર્ન ઓફ ઈન્વેસ્ટમેન્ટ 33થી 50 ટકા છે.