નવી દિલ્હી: દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા (SBI) પોતાના ગ્રાહકો માટે પૈસાની લેણદેણ સાથે જોડાયેલી IMPS સર્વિસને એક ઓગસ્ટથી બિલકુલ મફત કરી દીધી છે. આ ઉપરાંત એસબીઆઇએ NEFT અને RTGS ના ચાર્જીસને પણ ખતમ કરવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઇએ કે આરબીઆઇ દ્વારા ઓનલાઇન ટ્રાંજેક્શન જેમકે  NEFT, RTGS, IMPS ના ચાર્જીસને ખતમ કર્યા બાદ એસબીઆઇએ પણ પોતાના ગ્રાહકો માટે તેનાથી ફ્રી કરવાનો આદેશ કર્યો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમારા બેડરૂમની પર્સનલ વાતો સાંભળી રહ્યું છે 'ગૂગલ', યૂજર્સની ગોપનીયતા પર પ્રશ્નાર્થ


તમને જણાવી દઇએ કે ઓનલાઇન બેકિંગ ફંડ ટ્રાંસફર ત્રણ વિકલ્પ (એનઇએફટી, આરટીજીએસ અને આઇએમપીએસ) મળે છે. 


શું હોય છે IMPS: 
ઇમીડિએટ પેમેન્ટ સર્વિસ- આઇએમપીએસનું પુરૂ નામ છે. આઇએમપીએસ મોબાઇલ દ્વારા ફંડ ટ્રાંસફર કરવાનો મોડ છે. આ મોડનો ઉપયોગ કરીને એકાઉન્ટ હોલ્ડર મોબાઇલ વડે પોતાના મિત્રો અને સંબંધીઓને ફંડ ટ્રાંસફર કરી શકે છે. આ સુવિધા એનપીસીઆઇ (રાષ્ટ્રીય ચૂકવણી કોર્પોરેશન ઓફ ઇન્ડીયા) દ્વારા આપવામાં આવે છે. 

ભાડુઆતો પર હવે રૌફ જમાવી શકશે નહી મકાન માલિક, સરકાર લાવી રહી છે નવો કાયદો


આ સેવાને તમે રજાના દિવસે પણ ઉપયોગ કરી શકો છો, જ્યારે એનઇએફટી અને આરટીજીએસ સર્વિસ તમને એક નિશ્વિત સમય સુધી જ મળે છે. સાથે જ વર્કિંગ ડેના દિવસે જ ફંડ ટ્રાંસફર થાય છે. એવામાં જો રજા દિવસે ફંડ ટ્રાંસફર કર્યો તો તે વર્કિંગ ડે સુધી પેડિંગ રહે છે. 


આઇએમપીએસ દ્વારા ફંડ ટ્રાંસફરનો સમય
- અઠવાડિયાના સાત દિવસ 24 × 7
- આઇએમપીએસ હેઠળ ફંડ ટ્રાંસફરની લિમિટ
- ન્યૂનતમ: 1 રૂપિયો
- વધુમાં વધુ: 2 લાખ રૂપિયા