નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)એ બજેટ 2020 (Budget 2020)માં એસટી, એસસી અને ઓબીસી વર્ગના વિકાસ માટે મોટી જાહેરાત કરી છે. નાણામંત્રીએ જાહેરાત કરી છે કે અનુસૂચિત જાતિ અને અન્ય પછાત વર્ગ માટે 85 હજાર કરોડ રૂપિયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાણામંત્રીએ જાહેરાત કરી કે 53 હજાર 700 કરોડ અનુસૂચિત જનજાતિના કલ્યાણ માટે આપવામાં આવશે. 


આ પહેલાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે સંસદમાં સામાન્ય બજેટ રજૂ કરતાં કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થાનો આધાર મજબૂત છે અને ફૂગાવાને કાબૂમાં રાખવામાં આવ્યો છે. 


Budget 2020 LIVE UPDATES: ખેડૂતો માટે મોટી જાહેરાત, બજેટમાં રજૂ કર્યો 16 સૂત્રીય ફોર્મૂલા


સીતારમણે લોકસભામાં સામાન્ય બજેટ રજૂ કરતાં કહ્યું કે ''અર્થવ્યવસ્થાનો આધાર મજબૂત છે અને ફૂગાવો સારી રીતે કાબૂમાં છે. આ બજેટ આવક અને ખરીદી શક્તિને વધારશે. આપણા લોકોને લભદાયક રોજગાર આપવો જોઇએ અને આપણા ઉદ્યોગોને તંદુરસ્ત બનાવવા જોઇએ. આ બજેટનો ઉદ્દેશ્ય અનુસૂચિત જાતિ અને જનજાતિના સભ્યો, તમામ મહિલાઓ અને અલ્પસંખ્યક સમુદાયના તમામ લોકોની આકાંક્ષાઓને પાંખો પુરી પાડવાનો છે. 


તેમણે એ પણ કહ્યું કે ઘટેલા જીએસટીના લીધે એક પરિવાર સરેરાશ હવે પોતાના માસિક ખર્ચના ચાર ટકા બચાવે છે. તેના માટે સિસ્ટમમાં 60 લાખ નવા ટેક્સપેયરોને જોડવામાં આવ્યા છે અને અર્થવ્યવસ્થાને ઔપચારિક બનાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.