કાર્વી બ્રોકિંગે કર્યો 2000 કરોડનો ગોટાળો! જો તમે તેના ગ્રાહક હોવ તો ચેતી જજો....
કાર્વી સ્ટોક બ્રોકિંગના રાજીવ સિંહે જણાવ્યું કે, `અમારી કંપની તમામ બાબતોનો ઉકેલ લાવવામાં સક્ષમ છે. ગ્રાહકોના ફંડનો દુરૂપયોગ કરાયો નથી. જોકે, કાર્વી પર નવું એકાઉન્ટ ખોલવા પર હાલ પ્રતિબંધ મુકી દેવાયો છે. કેટલાક એકાઉન્ટની ડિટેઈલ્સ મેચ થતી ન હોવાના કારણે આ ઓર્ડર કરાયો છે.`
મુંબઈઃ સ્ટોક બ્રોકિંગ કંપની કાર્વીના 2.5 લાખ ગ્રાહકો અત્યારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. SEBIએ કાર્વી સામે એક ઓર્ડર બહાર પાડ્યો છે, જેના અનુસાર કાર્વીએ 2000 કરોડનો ગોટાળો કર્યો છે. જોકે, કાર્વી સ્ટોક બ્રોકિંગના સીઈઓ રાજીવ સિંહે ઝી બિઝનેસ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, રૂ.2000 કરોડની કોઈ વાત નથી. SEBI સામે રિપ્રેઝન્ટેશન કરીશું, રોકાણકારોના નાણા સુરક્ષિત રાખવા પ્રતિબદ્ધ છીએ.
રાજીવ સિંહે જણાવ્યું કે, "અમારી કંપની તમામ બાબતોનો ઉકેલ લાવવામાં સક્ષમ છે. ગ્રાહકોના ફંડનો દુરૂપયોગ કરાયો નથી. SEBIના ઓર્ડરની વર્તમાન ગ્રાહકો પર કોઈ અસર નહીં પડે. જોકે, કાર્વી પર નવું એકાઉન્ટ ખોલવા પર હાલ પ્રતિબંધ મુકી દેવાયો છે. રૂટિન ઓડિટ કર્યા પછી SEBIએ આ ઓર્ડર પાસ કર્યો છે. કેટલાક એકાઉન્ટની ડિટેઈલ્સ મેચ થતી ન હોવાના કારણે આ ઓર્ડર કરાયો છે."
SBIની હોમ લોન લેવા માટે આ રીતે કરો અરજી, બ્રાંચ સુધી ગયા વગર મળી જશે મંજૂરી
SEBIએ જે ઓર્ડર પાસ કર્યો છે તેના અનુસાર, કાર્વીએ 2000 કરોડ રૂપિયાનો ગોટાળો કર્યો છે. અનેક ગ્રાહકોના એકાઉન્ટમાંથી શેર ખરીદ્યા છે, શેર ટ્રાન્સફર કરાયા છે. શેરને વેચીને કે ગિરવે મુકીને બજારમાંથી પૈસા લેવાયા છે કે પછી જે ગ્રાહકોએ શેર વેચ્યા છે તેમને તેના પૈસા મળ્યા નથી.
બ્રોકર સામે ફરિયાદ ક્યાં કરશો?
- જો તમને પણ તમારા બ્રોકર સામે ફરિયાદ છે તો BSE અને NSE ની વેબસાઈટ પર ફરિયાદ કરી શકો છો.
- એક્સચેન્જના 24 રિજનલ સેન્ટર પર પણ તમે ફરિયાદ કરી શકો છો.
- SEBIની એક સિસ્ટમ છે- SCORES દ્વારા પણ તમે SEBIને ફરિયાદ મોકલી શકો છો.
ફોર વ્હીલર ધારકો 1 ડિસેમ્બર પહેલા આ કામ જરૂર કરી લે, નહીંતર ભરવો પડશે બેવડો દંડ
ડિસિપ્લનરી એક્શન કમિટી કોઈ પણ બ્રોકરને ડિફોલ્ટ જાહેર કરતી હોય છે. બ્રોકર એક્સચેન્જ કે પછી સીધા રોકાણકારને પેમેન્ટ કરતો હોય છે. જો બ્રોકર પૈસા ન આપે તો એક્સચેન્જ બ્રોકરની ડિપોઝિટમાં રોકાણકારને પૈસા આપશે. જો એક્સચેન્જના કહ્યા બાદ પણ બ્રોકર પૈસા ન આપે તો બ્રોકર ડિફોલ્ટ જાહેર કરાય છે.
જુઓ LIVE TV....
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube