નવી દિલ્હી: તમે મ્યુચ્યુઅલ ફંડ્સ (Mutual Funds)માં રોકાણ કરો છો તો આ સમાચાર ધ્યાનથી વાંચો. માર્કેટ રેગ્યુલેટર SEBIએ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ અને વિશ્વાસપાત્ર બનવા માટે ફંડ મેનેજર્સ તરફ વધારે જવાબદાર બનવાનો નિર્ણય કર્યો છે. જેના માટે સેબી આચાર સંહિતા (Code of Conduct) જારી કરશે. આ ઉપરાંત સેબીએ લિસ્ટેડ કંપનીઓના ખાતાની ફોરેન્સિક તપાસને લઇને ડિસ્ક્લોઝર નિયમોને પણ કડક બનાવ્યા છે. સાથે જ સેબીએ ડિબેન્ચર ટ્રસ્ટીની ભૂમિકાને મજબૂત કરી અને ઈન્સાઇડર ટ્રેડિંગ (Insider Trading) નિયમોમાં પણ સુધારો કર્યો છે. આવો તેને એક એક કરી સમજીએ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ટેક્સ સાથે જોડાયેલ આ ત્રણ કામ આજે કરો પુરા, ચૂકી ગયા તો પડશે ભારે


ફંડ મેનેજર્સ, ડીલર્સની જવાબદારી વધશે
સેબીએ અસેટ મેનેજમેન્ટ કંપની (AMCs)ના ફંડ મેનેજર્સ સહિત કંપનીના ચીફ ઇનવેસ્ટમેન્ટ ઓફિસર અને ડીલર્સ માટે આચાર સંહિતા લાવવા માટે મ્યુચ્યુઅલ ફંડ રેગ્યુલેશનમાં સુધારાની મંજૂરી આપી છે. આચાર સંહિતાનું પાનલ થઈ રહ્યું છે અથવા નહીં. તે જોવાની જવાબદારી કંપનીના CEOની હશે. હાલ મ્યુચ્યુઅલ ફંડ નિયમો અંતર્ગત AMC અને ટ્રસ્ટિઓને આચાર સંહિતાનું પાલન કરવાનું હોય છે.


આ પણ વાંચો:- ડેબિટ અને ક્રેડિટ કાર્ડ વાપરનારાઓ માટે મહત્વના સમાચાર, બદલાયા નિયમો...ખાસ જાણો 


ફોરેન્સિક ઓડિટ પર કડકતા વધી
આ ઉપરાંત સેબીએ AMCના ક્લિયરિંગ કોર્પોરેશનના સેલ્ફ ક્લિયરિંગ મેમ્બર બનવાની પણ મંજૂરી આપી છે. ત્યારબાદ તે મ્યુચ્યુઅલ ફંડ્સ સ્કીમ તરફથી સ્ટોક એક્સચેન્જના ડેટ સેગમન્ટમાં ટ્રેડને સેટલ અને ક્લિયર કરી શકશે. લિસ્ટેડ કંપનીઓને ફોરેન્સિક ઓડિટ શરૂ થવાની જાણકારી પણ આપી હશે. કંપનીઓને તે પણ જણાવવાનું હશે કે કઈ કંપની આ ઓડિટ કરી રહી છે અને તેનું કારણ શું છે. કંપનીઓને તે પણ જણાવવાનું રહેશે કે, ફાઇનલ ફોરેન્સિક ઓડિટ રિપોર્ટ શું રહ્યું અને જો મેનેજમેન્ટે તેના પણ કહીં કહ્યું છે તો તેને પણ જણાવવાનું રહેશે.


આ પણ વાંચો:- ગુજરાતનો ડંકો વાગ્યો, ભારતીય ધનકુબેરોના લિસ્ટમાં 60 ગુજરાતી ઉદ્યોગપતિઓ 


ઇનસાઈડર ટ્રેડિંગ નિયમોમાં ફરેફાર
સેબીએ ઇનસાઇડર ટ્રેડિંગ (Insider trading) નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. જાણકાર મિકેનિઝમ (informant mechanism)ના અંતર્ગત સેબીએ ઇનસાઇડર ટ્રેડિંગ નિયમોના કોઇપણ પ્રકારનું ઉલ્લંઘને લઇને રિપોર્ટ આપવા માટે જાણકાર (informant)ને ત્રણ વર્ષનો સમય આપ્યો છે, એટલે કે, હવે ત્રણ વર્ષ સુધી ગડબડ જણાવી શકશે.


આ પણ વાંચો:- સતત 9મી વાર મુકેશ અંબાણી બન્યા દેશના સૌથી ધનવાન વ્યક્તિ, જાણો ટોપ-10મા કોણ છે સામેલ


ડિબેન્ચર ટ્રસ્ટીઝના અધિકાર વધ્યા
ડિબેન્ચર ટ્રસ્ટીઝના અધિકાર વધવાને પણ સેબી બોર્ડથી મંજૂરી મળી છે. ઈન્ટર ક્રેડિટર એગ્રીમેન્ટમાં ડિબેન્ચર ટ્રસ્ટીઝને પણ ભાગ લેવાનો હક હશે અને જરૂરિયાત પડવા પર ડિબેન્ચર ટ્રસ્ટી ડિબેન્ચર હોલ્ડર્સની મીટિંગ પણ બોલાવી શકશે. નિયમિત રીતે ડિબેન્ચર ટ્રસ્ટી અસેટ કવરને મોનિટર પણ કરશે.


આ પણ વાંચો:- Gold Rate Today: આજે વધી ગયા સોના-ચાંદીના ભાવ, જાણો નવી કિંમત


સબ્સિડિયરી કંપનીની ડીલિસ્ટિંગ
સેબીએ સબ્સિડિયરી કંપનીની ડીલિસ્ટિંગના નિયમોમાં રાહત આપી છે. લિસ્ટેડ પેરેન્ટ કંપનીમાં લિસ્ટેડ સબ્સિડિયરીના મર્જર છે તો રાહત મળશે. કંપનીઓને રિવર્સ બુક બિલ્ડિંગ પ્રક્રિયાથી રાહત આપવામાં આવી છે. એટલે કે તેમને કિંમત નક્કી કરવા માટે રિવર્સ બુક બિલ્ડિંગ પ્રક્રિયાની જરૂરિયાત નહીં રહે. શેર સ્વેપ નક્કી કરવા બદલામાં પેરેન્ટ કંપનીના શેર આપવા પડશે.


આ પણ વાંચો:- Kangana Ranautનો BMC પર આરોપ: મારા પડોશીઓને ઘર તોડવાની આપી ધમકી


સેબીનો નિર્ણયથી શું થશે અસર?
ફંડ મેનેજર્સ માટે આચાર સંહિત લાવવી એક સારુ પગલુ છે. લોન્ગ ટર્મમાં તેના સારા પરિણામ સામે આવશે. ફંડ મેનેજમેન્ટની ટીમ પર મોનિટર વધુ ઝડપી થશે. આવનારા સમયમાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણના ફંડ મેનેજર્સ અને પ્રક્રિયા પર વિશ્વાસ વધશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube