Midcap Stocks to Buy: ફેસ્ટિવ સીઝનમાં શેર બજારમાં કમાણી માટે એક્સપર્ટ મિડકેપ સેક્ટર પર બુલિશ છે. જ્યારે ઓવરઓલ માર્કેટમાં નબળા વૈશ્વિક સંકેતોએ મૂડ બગાડી દીધો છે. એનલિસ્ટ્સ પ્રમાણે સેક્ટરમાં પસંદગીના શેર મજબૂત ફન્ડામેન્ટના આધાર પર તેજી માટે તૈયાર છે. આનંદ રાઠી સિક્યોરિટીઝના સિદ્ધાર્થ સેનાડી મિડકેપ સેક્ટરમાં 3 શેરમાં બાયની સલાહ આપી છે. આ શેરમાં  Senco Gold, Craftsman Automation અને Firstsource સામેલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોન્ગ ટર્મ માટે દમદાર શેર
સિદ્ધાર્થ સેનાડીએ લોન્ગ ટર્મ માટે Senco Gold માં ખરીદીનો મત આપ્યો છે. શેર પર 770 રૂપિયાનો અપસાઇડ ટાર્ગેટ છે. દેશની દિગ્ગજ ઓર્ગેનાઇઝ્ડ જ્વેલરી રિટેલ કંપની છે, જેના કુલ 85 સ્ટોર્સ છે. કુલ ડિમાન્ડમાં 50-55% બ્રાઇડલ જ્વેલરી ત્યાંથી આવે છે. ઈન્ડસ્ટ્રીના 14 ટકાના મુકાબલે કંપનીનો CAGR 20% છે. શેરનું રિટર્ન ઓન ઈક્વિટી 13-14% છે. કંપનીનું ફેશન સેગમેન્ટ ખુબ સારૂ રહ્યું છે. શેરમાં તેજીને ફેસ્ટિવ અને લગ્નની સીઝનનો સપોર્ટ મળી શકે છે. 


આ પણ વાંચોઃ આ કંપનીએ 1 વર્ષમાં ઈન્વેસ્ટરોના રૂપિયા કરી દીધા ડબલ, આપ્યું 100 ટકા રિટર્ન


મિડકેપ  IT સ્ટોક બનાવશે પૈસા
માર્કેટ એક્સપર્ટે પોઝીશનલ પિક તરીકે મિડકેપ આઈટી સ્ટોક Firstsource ને પસંદ કર્યો છે. શેર પર 165 રૂપિયાનો અપસાઇડ ટાર્ગેટ છે. બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટના કારોબાર સાથે જોડાયેલી કંપની છે, જેના આશરે 150 ક્લાયન્સ છે. તેમાં 17 ફોર્ચ્યુન-500 માં સામેલ કંપનીઓ છે. પ્રથમ ક્વાર્ટરમાં માર્જિનમાં 15.6% ની પાસે રહ્યો. નફો પણ લગભગ 50 ટકા વધ્યો છે. Firstsource એ આ વર્ષ માટે CC ની દ્રષ્ટિએ રેવેન્યૂ ગાઇડેન્સ 2-5% નો આપી રહી છે. કુલ કોન્ટ્રાક્ટ વેલ્યૂ આશરે 60 મિલિયન ડોલરની પાસે છે. 


શોર્ટ ટર્મ માટે દમદાર શેર
સિદ્ધાર્થ સેડાનીએ ઓટો એન્સિલરી કારોબાર સાથે જોડાયેલી કંપની Craftsman Automation ના શેરને પસંદ કર્યો છે. શેર પર શોર્ટ ટર્મ ટાર્ગેટ 4850 રૂપિયા છે. એલ્યુમિનિયમ કાસ્ટિંગની કંપનીનું ફોકસ ઓટોમોટિવ સેગમેન્ટ અને ઈન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગમાં છે. પ્રીસિઝન મેન્યુફેક્ચરિંગની દિગ્ગજ કંપની છે. આ વર્ષે કંપનીની યોજના ક્ષમતા વિસ્તારની છે. 


(ડિસ્ક્લેમરઃ અહીં સ્ટોકમાં રોકાણની સલાહ માર્કેટ એક્સપર્ટ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. શેર બજારમાં રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube