નવી દિલ્હીઃ જો તમે આઈપીઓમાં રોકાણ કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. શુક્રવારે અમદાવાદ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની, સિનોરેસ ફાર્માસ્યુટિકલ્સનો ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ) ખુલશે. રિલેટ ઈન્વેસ્ટરો મંગળવાર 24 ડિસેમ્બર સુધી આ આઈપીઓમાં બોલી લગાવી શકે છે. આઈપીઓ ઓપન થતાં પહેલા ગ્રે માર્કેટમાં સિનોરેસ આઈપીઓના શેર ધૂમ મચાવી રહ્યાં છે. ગ્રે માર્કેટમાં શેર 125 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે. એટલે કે ગ્રે માર્કેટ આ આઈપીઓથી કમાણીનો સંકેત આપી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિનોરેસ ફાર્માસ્યુટિકલ્સ આઈપીઓની પ્રાઇસ બેન્ડ ₹372-₹391 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આઈપીઓના એક લોટમાં 38 શેર છે. ઈન્વેસ્ટરો લઘુત્તમ 38 ઈક્વિટી શેર અને તેના ગુણકોમાં અરજી કરી શકે છે. આ રીતે અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે 14858 રૂપિયાનું રોકાણ કરવું પડશે. 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં, કંપનીએ એન્ટિબાયોટિક્સ અને એન્ટિ-ફંગલ સારવાર જેવા મુખ્ય ઉપચારાત્મક ક્ષેત્રોમાં 55 ઉત્પાદનો લોન્ચ કર્યા છે. નાણાકીય વર્ષ 2023-24માં, કંપનીએ ₹32.71 કરોડનો ચોખ્ખો નફો અને ₹217.34 કરોડની આવક મેળવી હતી.


IPO વિગત
સિનોરેસ ફાર્માસ્યુટિકલ્સ આઈપીઓમાં 500 કરોડના નવા શેર જારી કરવામાં આવશે અને પ્રમોટરો તથા વર્તમાન શેરધારકો દ્વારા 21 લાખ ઈક્વિટી શેરનું વેચાણ ઓફર-ફોર-સેલ  (OFS)દ્વારા કરવામાં આવશે. અપર પ્રાઇસ બેન્ડ પર કંપનીનું લક્ષ્ય 582.11 કરોડ રૂપિયા ભેગા કરવાનું છે. એન્કર બુક માટે બોલી પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે. આઈપીઓમાંથી પ્રાપ્ત રકમનો ઉપયોગ કંપનીની સહાયક કંપનીઓમાં રોકાણ, કેટલીક લોનની ચુકવણી અને સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્ય માટે કરવામાં આવશે. 


આ IPOનો 75% ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સ (QIBs) માટે આરક્ષિત છે. IPO નો 15% બિન-સંસ્થાકીય રોકાણકારો (NIIs) માટે અને 10% છૂટક રોકાણકારો માટે અનામત રાખવામાં આવ્યો છે. આ IPOના બુક રનિંગ લીડ મેનેજર્સ એક્વિરસ કેપિટલ, એમ્બિટ અને નુવામા વેલ્થ મેનેજમેન્ટ છે, જ્યારે લિન્ક ઈન્ટાઇમ ઈન્ડિયા રજિસ્ટ્રાર છે. કંપનીના શેર 30 ડિસેમ્બરે BSE અને NSE પર લિસ્ટ થશે.