નવી દિલ્હી: બુધવારના બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 48,385.28 પોઇન્ટ પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 14,237.95 પોઈન્ટ પર ખુલ્યો હતો. જો કે, ગત કારોબારી સત્રમાં સેન્સેક્સ 48,347.59 પોઇન્ટ અને નિફ્ટી 14,238.90 પોઈન્ટ પર બંધ થયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘટાડા સાથે માર્કેટ બંધ
સવારથી જ કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ઘટાડાનું વલણ જોવા મળી રહ્યું છે. શેર બજાર બંધ થતા સેન્સેક્સ 942.25 પોઇન્ટ ઘટાડા સાથે 47,405.34 પોઇન્ટ પર રહ્યો, જ્યારે નિફ્ટી 275.20 પોઇન્ટ તૂટી 13,963.70 પોઇન્ટ પર જોવા મળી રહ્યો છે. જો કે, આ દરમિયાન સેન્સેક્સ 48,387.25 પોઈન્ટ અને નિફ્ટી 14,237.95 પોઈન્ટની ઉચ્ચ સપાટીએ પહોંચ્યો હતો.


આ પણ વાંચો:- PM Kisan: 1.6 કરોડ ખેડૂતોને મળશે 7 માં હપ્તાના પૈસા, આ રીતે ચેક કરો લિસ્ટ


આ કારણથી તૂટ્યું માર્કેટ
ત્રીજા ક્વાર્ટરના પરિણામો: પરિણામો પહેલાં રોકાણકારો થોડી સાવચેતી લઈ રહ્યા છે. કેટલીક કંપનીઓના પરિણામો અપેક્ષા કરતા નબળા રહ્યા છે. બેંકોના ડૂબેલા દેવાથી પણ ઉદ્યોગપતિઓ ડરી ગયા છે.


વિદેશી રોકાણનું વેચાણ: બદલાતા મૂડ સાથે વિદેશી રોકાણકારોએ ભારતીય શેર બજારોનું વેચાણ શરૂ કર્યું છે. હવે તેઓ નફો કરી રહ્યા છે. ઘણા મહિના પછી વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં વેચી રહ્યા છે.


આ પણ વાંચો:- PM Kisan: જરૂરિયાતના સમયે નહીં થાય પૈસાની મુશ્કેલી, 12 લાખ ખેડૂતોને મળશે આ સુવિધા


ફેડરલ રિઝર્વ બેઠક: ફેડરલ રિઝર્વની બે દિવસીય બેઠકનાં પરિણામો આજે રજૂ કરવામાં આવશે. નવી સરકારમાં કેન્દ્રીય બેંકનું વલણ શું છે તે જોવું પડશે. અમેરિકાને નવો નાણામંત્રી મળ્યા છે.


બજેટની અસ્થિરતા: સામાન્ય બજેટ પહેલાં સ્થાનિક શેર બજારમાં સતત વધઘટ જોવા મળે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે, જેમાં રિકવરીનો રોડમેપ રજૂ થવાની અપેક્ષા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube