નવી દિલ્હીઃ આશા છે કે રિઝર્વ બેન્ક (RBI) સતત ચોથીવાર રેટ કટ કરવાની જાહેરાત કરી શકે છે. કાલે નાણાકીય નીતિની જાહેરાત કરવામાં આવશે. આર્થિક જગતના જાણકારોનું માનવું છે કે, એકવાર ફરી રેપો રેટમાં 25 પોઈન્ટનો ઘટાડો કરી શકાય છે. તો નાણાપ્રધાન નિર્મલા સીતારમને બેન્કરોની સાથે-સાથે તમામ સેક્ટરના પ્રતિનિધિઓ સાથે મુલાકાતનો સિલસિલો શરૂ કરી દીધો છે. સાથે તેમણે તે પણ કહ્યું કે, તે ફોરન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPIs)ની સાથે વાત કરશે અને લિક્વિડિટી આઉટફ્લો પર લગામ લગાવવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ તમામ પ્રયત્નોની અસર બજાર પર જોવા મળી હતી. સેન્સેક્સ આજે 277 પોઈન્ટના ઉછાળા સાથે 36979 પર બંધ થયો હતો. તો નિફ્ટીમાં પણ 85 પોઈન્ટના ઉછાળની સાથે 10948 પર બંધ થયો હતો. બજારમાં છેલ્લા ઘણા દિવસથી ઘટાડાનો સિલસિલો ચાલી રહ્યો હતો જેના પર લગામ લાગી છે. 


આજે સમાચાર આવ્યા કે ટૂંક સમયમાં જમ્મૂ-કાશ્મીર બેન્ક કેન્દ્ર સરકારને અધીન હશે. તે સમાચાર આવતા બેન્કના શેરમાં ઉછાળો જોવા મળ્યો છે. આજે આ બેન્કના શેરની કિંમત 3.40 રૂપિયા હતી, આશરે 10 ટકાનો ઉછાળો થયો હતો. સોમવારે જમ્મૂ-કાશ્મીર બેન્કના શેર 34.05 રૂપિયાની અંદર બંધ થયો હતો. આજે તે 37.45 રૂપિયા પર પહોંચી ગયો હતો. આર્ટિકલ 370ના પ્રભાવને કારણે આજે સવારે જ્યારે બજાર શરૂ થયું તો શેરની કિંમત ઘટીને 33.35 પર પહોંચી ગઈ હતી. મતલબ, બેન્કના શેર 70 પૈસા નબળા પડીને ખુલ્યા હતા. 


વાંચો બિઝનેસના અન્ય સમાચાર