મુંબઈઃ શેર બજાર સોમવારે મોટા ઘટાડા સાથે બંધ થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ)નો 30 શેર વાળો સૂચકઆંક 42263ના રેકોર્ડ હાઈ પર ખુલ્યા બાદ 416 પોઈન્ટના ઘટાડા સાથે 41,528 પર બંધ થયો તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 121 પોઈન્ટના ઘટાડા સાથે 12,230 પર બંધ થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે શેર બજારમાં કારોબારની શરૂઆત સારા વધારા સાથે થઈ, સેન્સેક્સ 42200 પોઈન્ટ પર ખુલ્યો, પરંતુ શરૂઆતી કલાક બાદ બજાર લાલ નિશાન પર આવી ગયું હતું. સવારે 10 કલાકે બીએસઈનો મુખ્ય સૂચકઆંક સેન્સેક્સ 75.71 પોઈન્ટ નીચે 41,869.66ના સ્તર પર કારોબાર કરતો જોવા મળ્યો હતો. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો બેન્ચમાર્ક નિફ્ટી 3.14 પોઈન્ટ ઘટીને 12,352.35 પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. 


બજાર ખુલવાનું સ્તર
સોમવારે સેન્સેક્સ 318 પોઈન્ટના વધારા સાથે 42263 પર અને એનએસઈ નિફ્ટી 78 પોઈન્ટના વધારા સાથે 12430 પર ખુલ્યો હતો. શરૂઆતી કારોબારમાં મોટા ભાગના શેર ઉછાળાની સાથે કારોબાર કરતા જોવા મળ્યા હતા. 


Budgetથી આશા લગાવીને બેઠા છો તો ક્યાં રૂપિયા લગાવવા તે પણ જાણી લો? આ રહી કામની ટિપ્સ


શેરોની ચાલ
સવારે 10 કલાકે સેન્સેક્સ જે શેરોમાં તેજી જોવા મળી હતી, તેમાં પાવરગ્રિડ, આઈટીસી, એશિયન પેન્ટ્સ, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેન્ક અને ઓઓનજીસી મુખ્ય રહ્યાં હતા. તો એચસીએલ ટેક, સન ફાર્મા, ટીસીએસ, રિલાયન્સ, એચડીએફસી બેન્ક અને કોટક બેન્કમાં ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટીની વાત કરવામાં આવે તો અહીં જે શેરોમાં સવારે 10 કલાકે તેજી તોવા મળી તેમાં ભારતી એરટેલ, ડો રેડ્ડી, રિલાયન્સ, ગ્રાસિમ, સન ફાર્મા મુખ્ય 5 રહ્યાં અને ઘટેલા શેરમાં સૌથી આગળ ઇન્ફઅરાટેલ, ઇન્ડસઇન્ડ બેન્ક, ગેલ, વેદાન્તા, લિમિડેટ, બીપીસીએલ રહ્યાં હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


બિઝનેસના સમાચાર જોવા માટે કરો ક્લિક...