મુંબઈઃ અમેરિકા દ્વારા ભારત સહિત આઠ દેશોને ઈરાન પાસેથી મેથી તેલ આયાત કરવામાં કોઈ છૂટ ન આપવાના સમાચારથી ડોમેસ્ટિક શેર બજાર ધરાશાયી થઈ ગયું હતું. આ સમાચારથી ડોલરના મુકાબલે રૂપિયામાં ઘટાડો થયો અને વિદેશી રોકાણ પ્રભાવિત થયું, જેથી સેન્સેક્સ લગભગ 500 પોઈન્ટ તો નિફ્ટી 11,600 પોઈન્ટના સ્તરથી નીચે આવી ગઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીએસઈની 31 કંપનીઓના શેરો પર આધારિત સેન્સરી ઇન્ડેક્સ સેન્સેક્સ 495.10 પોઈન્ટ (1.26%)ના ઘટાડા સાથે 38,645.18 પર બંધ થયો હતો. તો નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ની 50 કંપનીઓના શેરો પર આધારિત સેન્સરી ઇન્ડેક્સ નિફ્ટી 158.35 પોઈન્ટ (1.35%)ના ઘટાડા સાથે 11,594.45 પર બંધ થઈ હતી. 


દિવસભરના કારોબારમાં સેન્સેક્સે 39,158.22ની ઉપલી સપાટી, જ્યારે 38,585.65ની નિચલી સપાટી વટાવી હતી. તો નિફ્ટીએ 11,727.05ની ઉપરી સપાટી તો 11,583.95ની નિચલી સપાટી વટાવી હતી. બીએસઈ પર પાંચ કંપનીઓના શેર લીલા નિશાન પર તો 26 કંપનીઓના શેર લાલ નિશાન પર બંધ થયા હતા. એનએસઈ પર 10 કંપનીના શેરની ખરીદી તો 40 કંપનીના શેરોમાં વેચાણ જોવા મળ્યું હતું. 


દેશ વિદેશના લેટેસ્ટ ન્યૂઝ, જુઓ LIVE TV