નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે ભારતીય શેર બજારની ઐતિહાસિક શરૂઆત થઇ. સોમવારે મજબૂત ગ્લોબલ સંકેતો વચ્ચે શરૂઆતી બિઝનેસમાં સેંસેક્સ 320 પોઈન્ટની બઢત સાથે 38,993.19 ના સ્તર પર બિઝનેસ કરવા લાગ્યો. સેંસેક્સનું આ ઓલ ટાઇમ હાઇ લેવલ છે. આ પહેલાં સેંસેક્સે 29 ઓગસ્ટ 2018ના રોજ રેકોર્ડ હાઇ 38, 989.65 ના સ્તર પર જોવા મળ્યો. આ બઢત બાદ થોડીવાર સેંસેક્સ 39 હજારના સ્તરને પાર કરી લીધું. આ પહેલીવાર છે જ્યારે સેંસેક્સ 39 હજારના સ્તરને પાર પહોંચ્યો છે. સેંસેક્સની બઢત 39,025 સુધી પહોંચી ગઇ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો બીજી તરફ નિફ્ટી પણ 11700ના સ્તરને પાર કરી ગયો છે. નિફ્ટીએ 28 ઓગસ્ટ 2018ના રોજ 11,739 નો રેકોર્ડ હાઇ લેવલ પ્રાપ્ત કર્યો જ્યારે ઓક્ટોબર 2018માં આ 10,000 ના સ્તરની નજીક આવી ગયો. 


સોમવારે શરૂઆતી બિઝનેસમાં સેંસેક્સના જે શેરોમાં બઢત નોંધાઇ હતી તેમાં પીએસયૂ બેંક, ઓટો અને મેટલ ઇંડેક્સ સામેલ છે. ટાટા મોટર્સના શેરોમાં લગભગ 6 ટકા જ્યારે વેદાંતામાં લગભગ 5 ટકાની તેજી જોવા મળી રહી છે. આ પહેલાં શુક્રવારે સેંસેક્સમાં વેદાંતાના 3.20 ટકા વધી ગયા હતા. તો બીજી તરફ ઓએનજીસી અને કોલ ઇન્ડીયામાં 1 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. 


તમને જણાવી દઇએ કે શુક્રવારે સેંસેક્સ 127.19 પોઈન્ટ એટલે 0.33 ટકાની બઢત સાથે 38,672.91 પોઇન્ટ પર બંધ થયો હતો, તો બીજી તરફ નિફ્ટીની વાત કરીએ તો આ 53.90 પોઇન્ટ અથવા 0.47 ટકાની બઢત સાથે 11,623.90 પોઇન્ટ પર બંધ થયો હતો. તો બીજી તરફ સોમવારે એટલે કે 1 એપ્રિલના રોજ કરંસી માર્કેટમાં ટ્રેડિંગ જોવા ન મળી. આ પહેલાં શુક્રવારે કારોબારમાં રૂપિયામાં 16 પૈસા રિકવરી રહી હતી અને આ 69.14 પ્રતિ ડોલરના ભાવ પર બંધ થયો.