નવી દિલ્હી: કોરોના વાયરસના ડરથી શેર બજારમાં આજે સતત ચોથા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. ગુરૂવારે કારોબારમાં સેન્સેક્સ 581 પોઇન્ટના ઘટાડા સાથે 28288ના સ્તર પર બંધ થયો છે. તો બીજી તરફ નિફ્ટી 205 પોઇન્ટના ઘટાડા સાથે 8263ના સ્તર પર બંધ થયો. બજારમાં આજે શરૂઆતી ઘટાડા બાદ બપોરેના કારોબાર સુધી રિકવરી જોવા મળી હતી. જોકે બપોર બાદ આવેલી વેચાવલીથી બજાર પોતાની પુરી બઢત ગુમાવીને લાલ નિશાન પર બંધ થયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બજારમાં હાલ દેશમાં વધતા જતા કોરોના વાયરસને લઇને ડર છે. ઘણા જાણકાર આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે જો ભારતમાં કોરોના સંક્રમણનું પ્રસાર સ્થાનીક સ્તર પર પહોંચી ગયું તો તેના દર્દીઓની સંખ્યામાં બઢત બાકી દેશોના મુકાબલે ખૂબ ઝડપથી જોવા મળી શકે છે. જોકે સરકારના અનુસાર હાલ દેશમાં કોરોનાના કેસ ફક્ત તે લોકોમાં જોવા મળ્યા જે વિદેશથી ભારત પહોંચ્યા છે અથવા આવા મુસાફરો સાથે સીધા સંપર્કમાં આવ્યા છે. સરકારના અનુસાર અત્યારે પણ સ્થાનિક પ્રસારને રોકવાની પુરી સંભાવના છે, અને આગામી 2 અને 3 અઠવાડિયા ખૂબ મહત્વપૂર્ણ છે. એટલા માટે જ રોકાણકારો આગળના સંકેતને જોતાં હાલ બજારથી અંતર જાળવી રહ્યા છે.  


આજે કારોબારમાં સૌથી વધુ ઘટાડો ઓટો અને મેટલ સેક્ટરમાં જોવા મળ્યો છે. માંગમાં ઝડપથી ઘટાડાની આશંકાને જોતા બંને સેક્ટર ઇન્ડેક્સ 5 ટકાથી વધુ ઘટાડા સાથે બંધ થયો છે. રિયલ્ટી સેક્ટર ઇંડેક્સ લગભગ 3.5 ટકા, આઇટી સેક્ટર 3 ટકા અને બેકિંગ સેક્ટર 2.6 ટકાનો ઘટાડા સાથે બંધ થયો છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube