સોમવારનો ખૂલતો દિવસ શેર બજાર માટે સારો નથી રહ્યો. બપોરના કારોબાર દરમિયાન બીએસઈ સેન્સેક્સ 600 અંક સુધી તૂટ્યો હતો અને તેને 36239.57નું સ્તર પાર કર્યું હતું. બીજી તરફ, એનએસઈનુ નિફ્ટી પણ 175 પોઈન્ટના ઘટાડા સાથે વેપાર કરી રહ્યું છે. કાચા તેલના વધતા ભાવ, રિયાલિટી, ઓટો અને બેંકિંગ શેરોમાં વેચાણની સાથે સોમવારે શરૂઆતમા વેપારમાં સેન્સેક્સમાં 200 વધુ અંકોનો ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી 50માં સામેલ 12 કંપનીઓ જ્યાં વધારા સાથે વેપાર કરી રહી છે, ત્યાં 38 કંપનીઓ શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ છે શેર બજારમાં કડાકાનું કારણ
માર્કેટમાં લિક્વિટીના ઘટાડાને કારણે શંકા છે કે વિદેશી સંસ્થાગત ઈન્વેસ્ટર (FII) સતત વેચાણ કરી રહ્યું છે. તો ડોલરના મુકાબલે રૂપિયો પણ અસ્થિર છે. માર્કેટ ધારણા પર ઓઈલના વધતા ભાવો અને ટ્રેડ વોરની પણ અસર જોઈ શકાય છે. બિન-બેંકિંગ ફાઈનાન્સ કંપનીઓ (NBFC)નું રોકડ સંકટ પણ નિફ્ટી ફાઈનાન્શિયલ સર્વિસિસ ઈન્ડેક્સ પર ભારે પડતુ નજર આવી રહ્યું છે. ચિંતિત ઈન્વેસ્ટર્સને આશા આપવા માટે ફાઈનાન્સ મંત્રી અરુણ જેટલીના આ નિવેદન બાદ પ સરકાર એનબીએફસી અને મ્યુચ્યુઅલ ફંડો માટે પર્યાપ્ત તરળતા નક્કી કરશે, નિફ્ટી ફાઈનાન્શિયલ સર્વિસિસ ઈન્ડેક્સ 2 ટકા તૂટી ગયું.  


આઈટી શેરોમાં તેજી
એક તરફ જ્યાં સેન્સેક્સ અને નિફ્ટી હલી ગયા છે, ત્યાં બીજી તરફ રૂપિયો નબળો થતા આઈટી શેરોમાં પણ તેજી જોઈ શકાય છે. એસએન્ડપી બીએસઈ ટેક ઈન્ડેક્સ 118 અંકોની તેજીની સાથે 7841 પોઈન્ટ પર વેપાર કરી રહ્યો છે. ટીસીએસમાં 3.41%, ઈન્ફોસિસમાં 2.40%, ટેક મહિન્દ્રામાં 1.65% અને એચસીએલ ટેકનોલોજીમાં 1.57%ની તેજી જોઈ શકાય છે.