કોરોના વાયરસની શેરબજાર પર અસર, સેન્સેક્સ 1000 પોઇન્ટનો કડાકો
ચીનમાં ચાલી રહેલા કોરોના વાયરસના ભય અને તેની સાથી જ વિભિન્ન એજન્સીઓ દ્વારા મંદીની આશંકાએ શેર બજાર પર અસર જોવાનું શરૂ કરી દીધું છે. શુક્રવારે ઓપનિંગના દરમિયાન સેન્સેક્સ (BSE Sensex) 1000 પોઇન્ટ ઘટીને ખુલ્યો છે. તો બીજી તરફ 50 ઇન્ડેક્સ 294 પોઇન્ટ ઘટીને 11338ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.
નવી દિલ્હી: ચીનમાં ચાલી રહેલા કોરોના વાયરસના ભય અને તેની સાથી જ વિભિન્ન એજન્સીઓ દ્વારા મંદીની આશંકાએ શેર બજાર પર અસર જોવાનું શરૂ કરી દીધું છે. શુક્રવારે ઓપનિંગના દરમિયાન સેન્સેક્સ (BSE Sensex) 1000 પોઇન્ટ ઘટીને ખુલ્યો છે. તો બીજી તરફ 50 ઇન્ડેક્સ 294 પોઇન્ટ ઘટીને 11338ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીના 50 ઇંડેક્સ લાલ નિશાનમાં ટ્રેન્ડ કરી રહ્યો છે. નિફ્ટીનો આજે એક પણ સ્ટોક ગ્રીન નિશાનમાં ટ્રેડ કરી રહ્યો નથી.
આર્થિક મંદીની સળવળાટ તેજ
આંતરરાષ્ટ્રીય રેટિંગ કંપની મૂડીઝે તાજેતરમાં જ દાવો કર્યો છે કે ચીનમાં કોરોના વાયરસના લીધે આર્થિક મંદી આવી શકે છે. આ ઉપરાંત પણ ઘણા અન્ય રિસર્ચ કંપનીઓએ વાયરસથી બિઝનેસ પર પડનાર અસર પર કહ્યું કે આ સમસ્યા વૈશ્વિક મંદીની તરફ લઇ જઇ શકે છે. તેના લીધે રોકાણકારો તેજીથી બજારમાં પોતાના પૈસા કાઢી રહ્યા છે. સતત 5 દિવસથી બજારમાં વેચાવલી હાવી છે. અમેરિકાના શેર માર્કેટ 2008 બાદ સૌથી નીચલા સતર પર પહોંચી ગયો છે.
વેચાવલીના લીધે અમેરિકન બજારમાં એસએન્ડપી 4.4% નીચે ગયો. આ 2011 બાદ તેનો સૌથી મોટો ઘટાડો છે. આ પ્રકારે ડાઉ જોન્સના ઔદ્યોગિક સરેરાશમાં લગભગ 1,200 પોઇન્ટનો ઘટાડો આવ્યો છે. તો બીજી તરફ ડાઉ જોન્સમાં 1,19095 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો. આ ડાઉ જોન્સના ઇતિહાસમાં એક દિવસનો સૌથી મોટો ઘટાડો છે. આ અઠવાડિયે ડાઉ જોન્સમાં 3,225.77 પોઇન્ટ લગભગ 11.1% નો ઘટાડો આવ્યો છે.
તમને જણાવી દઇએ કે કોરોના વાયરસ (Corona Virus)એ ચીન જ નહી પરંતુ દુનિયાના ઘણા દેશોને પોતાની ચપેટમાં લીધા છે. દુનિયાભરના બજારો પર પણ તેની અસર જોવા મળી છે. હવે મૂડીઝ (moody's)એ પણ તેને લઇને ચેતાવણી આપી છે. મૂડીઝ એનાલિટિક્સે બુધવારે કહ્યું કે જો કોરોના વાયારસની મહામારીનું રૂપ લીધું તો દુનિયાભરમાં આર્થિક મંદી આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube