નવી દિલ્હી: આખરે તે થયું જેનો ડર હતો. દેશમાં આંશિકરૂપથી આર્થિક મંદીના સંકેત જોવા મળી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય શેર બજારોમાં આવેલા ઘટાડા બાદ શુક્રવારે ભારતીય બજાર પણ ધરાશાયી થઇ ગયું. સેન્સેક્સ સવારે ખુલતાં જ 1000 પોઇન્ટ નીચે અને સાંજ પડતાં 1448 પોઇન્ટ નીચે આવી ગયો હતો. જાણકારોનું કહેવું છે કે 2008માં આથિક મંદી દરમિયાન આવેલા ઘટાડા બાદ આ પહેલીવાર છે જ્યારે બજારમાં કોઇ એક દિવસે આટલો ઘટાડો નોંધાયો છે. સેન્સેક્સ 1448 પોઇન્ટના ઘટાડા સાથે 38,295માં બંધ થયો, જ્યારે નિફ્ટી 431 પોઇન્ટના ઘટાડા બાદ 11,201 પોઇન્ટ પર બંધ થયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનિશ્વતતા અને ડર વચ્ચે ઘટાડો યથાવત
જાણકારોનું કહેવું છે કે ચીનમાં કોરોના વાયરસ સંક્રમણના લીધે ઘરેલૂ બજારમાં ઘટાડાની અસર આંતરરાષ્ટ્રીય સ્તર પર જોવા મળી છે. અમેરિકી બજાર વોલસ્ટ્રીટ ડાઓ જોન્સે બજાર બંધ થવા સુધી રેકોર્ડ નોંધાવ્યો છે. 


ભારતમાં રિલાયન્સ અને મહિંદ્રાના શેરમાં ભારે નુકસાન
બીજી તરફ ઘરેલૂ શેર બજારમાં આંતરરાષ્ટ્રીય વેચાવલીની ખરાબ અસર જોવા મળી. સવારથી જ ટેક મહિંદ્વા (Tech Mahindra) , ટાટા સ્ટીલ (Tata Steel), બજાજ ફાઇનાન્સ (Bajaj Finance) એચસીએલ અને એસબીઆઇને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. શેર વેચાવલીની સૌથી મોટી અસર રિલાયન્સ ઇંડસ્ટ્રીઝને વેઠવી પડી. ટ્રેડિંગબેલ્સના સીનિયર એનાલિસ્ટ સંતોષ મીણાનું કહેવું છે કે કોરોના વાયરસના ભયના લીધે આંતરરાષ્ટ્રીય બજાર નિરાશા અને ડરથી ભરેલું જોવા મળી રહ્યું છે. તેની સીધી અસર ઘરેલૂ બજારમાં જોવા મળી રહી છે. બજારમાં તેજીની આશા ઓછી છે. 


તમને જણાવી દઇએ કે કોરોના વાયરસનો દંશ હવે ચીનની બહાર દેખાવા લાગ્યો છે. દક્ષિણ કોરોનામાં વાયરસને 2000થી વધુ કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત ઇટલી અને ઇરાનમાં કેસ વધી ગયા છે. આ ઉપરાંત ઇટલી અને ઇરાનમાં કેસ વધવા લાગ્યા છે. વાયરસના લીધે અત્યાર સુધી આખી દુનિયામાં 2788 લોકોના મોત નિપજ્યા છે.