Share Market: શેર બજારમાં તેજી, સેન્સેક્સ 350 પોઈન્ટના વધારા સાથે બંધ
શેર બજાર આજે બુધવારે મોટા વધારા સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ આજે 114.71 પોઈન્ટના વધારા સાથે 41,330.85 પર ખુલ્યો હતો.
નવી દિલ્હીઃ બુધવારે ભારતીય શેર બજાર મોટા વધારા સાથે બંધ થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 349.76 પોઈન્ટના વધારા સાથે 41,565.90 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 93.30 પોઈન્ટના વધારા સાથે 12,201.20 પર બંધ થયા હતા. નિફ્ટીના 50 શેરોમાં 33 શેર લીલા નિશાન પર રહ્યાં જ્યારે 16 લાલ નિશાન અને એક શેરમાં કોઈ ફેરફાર થયા વિના બંધ થયા હતા.
શેર બજાર આજે બુધવારે મોટા વધારા સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ આજે 114.71 પોઈન્ટના વધારા સાથે 41,330.85 પર ખુલ્યો હતો. નિફ્ટી આજે 43.10 પોઈન્ટના વધારા સાથે 12,151.00 ની સપાટી પર ખુલ્યો હતો.
આજે દિવસભરના કારોબાર દરમિયાન સેન્સેક્સ 41,671.86 પોઈન્ટની ઉપરની સપાટી સુધી ગયો તો એકવાર તે 41,330.85 પોઈન્ટના નીચલા સ્તર પર કારોબાર કરતો જોવા મળ્યો હતો.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બિઝનેસના અન્ય સમાચાર જોવા માટે કરો ક્લિક