નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારમને આજે સંસદમાં વર્ષ 2020-21નું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. પરંતુ આ બજેટની નેગેટિવ અસર ભારતીય શેર બજાર પર પડી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 987.96 પોઈન્ટના ઘટાડા સાથે 39,735.53 પર બંધ થયો હતો. તો નેશનલ સ્ટોક્સ એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 300.25 પોઈન્ટના ઘટાડા સાથે 11661.85 પર બંધ થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંસદમાં બજેટ રજૂ થવાની સાથે શેરબજાર ખુશ જોવા મળ્યું નહતું. સરકારે બજેટમાં ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યૂશન ટેક્સ (DDT) ખતમ કરવા અને આવકવેરાના સ્લેબ પર મોટા ફેરફાર કર્યાં છે. પરંતુ તેમ છતાં બજાર મોટા ઘટાડા સાથે બંધ થયું હતું. 


આજે સવારે જ્યારે શેર બજારની શરૂઆત પણ મિશ્રિત જોવા મળી હતી. સેન્સેક્સ વધારા સાથે તો નિફ્ટી લાલ નિશાન પર ખુલી હતી. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ઘટાડો જોવા મળ્યો હતો. 


બજાર સાથે જોડાયેલા લોકોની અપીલ પર ટ્રેડિંગનો નિર્ણય
જાણવા મળી રહ્યું છએ કે બજાર સાથે જોડાયેલા લોકોની અપીલ પર શનિવારે ટ્રેડિંગનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કારણ કે, બજેટની જાહેરાતથી બજારમાં ઘણા ચઢાવ-ઉતાર આવે છે. 2015માં પણ બજેટના દિવસે શનિવારે હોવા છતાં બીએસઈ પર ટ્રેડિંગ થયું હતું. સામાન્ય રીતે શનિવાર-રવિવારે બજાર બંધ રહે છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube