સેંસેક્સ ફરી ઓલ ટાઇમ હાઇ 38511 પોઇન્ટ પર ખૂલ્યો, નિફ્ટી પણ ટોચ પર
નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 25.65 પોઇન્ટ તૂટીને રેકોર્ડ સ્તરથી નીચે આવી ગયો. જોકે સેંસેક્સ અને નિફ્ટી આ અઠવાડિયે સતત પાંચમો સાપ્તાહિક વધારો નોંધાયો.
મુંબઇ: સેંસેક્સ સોમવારે 259.42 પોઇન્ટના ઉછાળા સાથે 38,511.22 પોઇન્ટના સર્વકાલિક સ્તર પર ખૂલ્યો જ્યારે નિફ્ટી 76.20 પોઇન્ટના વધારા સાથે 11,633.30ની ઉંચાઇ પર ખૂલ્યો. જોકે શુક્રવારે સેંસેક્સ રેકોર્ડ સ્તરથી સરકી ગયો હતો. સતત ત્રણ સત્રોમાં રેકોર્ડ બનાવવાના સિલસિલા બાદ શુક્રવારે નવા સિલસિલો તથા બજારોમાં સતર્કતાના વલણ વચ્ચે સેંસેક્સ 85 પોઇન્ટના નુકસાનથી 38,251.80 પોઇન્ટ પર આવી ગયો.
નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 25.65 પોઇન્ટ તૂટીને રેકોર્ડ સ્તરથી નીચે આવી ગયો. જોકે સેંસેક્સ અને નિફ્ટી આ અઠવાડિયે સતત પાંચમો સાપ્તાહિક વધારો નોંધાયો. અંતિમ બિઝનેસ દિવસ દરમિયાન રૂપિયો 70.24 પ્રતિ ડોલરના નીચલા સ્તર સુધી આવી ગયો. તેના લીધે રોકાણકારોને સતર્કતાનું વલણ અપનાવ્યું.
ઓલટાઇમ હાઇ પર સેંસેક્સ
- 27 ઓગસ્ટના રોજ સેંસેક્સ 259.42 પોઇન્ટના ઉચાળા સાથે 38,511.22 પોઇન્ટના સર્વકાલિક સ્તર પર ખુલ્યો.
- 24 ઓગસ્ટના રોજ સેંસેક્સ 84.96 પોઇન્ટ એટલે કે 0.22 ટકાના ઘટાડા સાથે 38,251.80 પર બંધ થયો.
- 23 ઓગસ્ટના રોજ સેંસેક્સ 38,487.63 ના નવા ઉપરી સ્તર પર પહોંચ્યો.
- 21 ઓગસ્ટના રોજ સેંસેક્સે પહેલી વાર 38,400ના સ્તરને પાર કર્યો અને 38402.96નો ઓલટાઇમ હાઇ બનાવ્યો.
- 20 ઓગસ્ટના રોજ સેંસેક્સે પહેલીવાર 38340.69ના સ્તરને અડક્યો.
- 09 ઓગસ્ટના રોજ સેંસેક્સે 38,076.23ના ઓલટાઇમ હાઇ સ્તર પર પહોંચ્યો હતો.
- 08 ઓગસ્ટના રોજ સેંસેક્સે 37,931.42ના સ્તર સુધી દસ્તક આપી હતી.
- 07 ઓગસ્ટના રોજ સેંસેક્સે 37,876.87ના સ્તરને ટચ કર્યો હતો.
- 06 ઓગસ્ટના રોજ સેંસેક્સે 37,805.25નો ઓલટાઇમ હાઇ બનાવ્યો હતો.
- 01 ઓગસ્ટના રોજ સેંસેક્સે 37,876.87ના સ્તર સુધી દસ્તક આપી હતી.