મુંબઇ: ગુરૂવારે શરૂઆતી બિઝનેસમાં શેર બજાર સામાન્ય બઢત સાથે ખુલ્યું હતું. ગુરૂવારે બીએસઇ(BSE) ના 30 શેરોવાળા મુખ્ય ઇંડેક્સ 64.25 પોઇન્ટના વધારા સાથે 37,179.13 ના સ્તર પર ખુલ્યો. તો બીજી તરફ એનએસઇ (NSE)ના 50 શેરોવાળા મુખ્ય ઇંડેક્સ નિફ્ટી 23.35 પોઇન્ટની બઢત સાથે 11,180.35 ના સ્તર પર ખુલ્યો. શરૂઆતી બિઝનેસમાં નિફ્ટીના 10 શેરોવાળા સ્મોલકેપ ઇંડેક્સ અને મિડકેપ ઇંડેક્સમાં હાલ લાલ નિશાનમાં બિઝનેસ નોંધવામાં આવી રહ્યો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇરાન પર ચઢાઇના મૂડમાં છે અમેરિકા, ભારતમાં મોંઘુ થઇ શકે છે પેટ્રોલ-ડીઝલ


ગુરૂવારે શરૂઆતી બિઝનેસમાં લગભગ 9.25 વાગે સેંસેક્સ (Equity Market) અને નિફ્ટીમાં દાયરામાં બિઝનેસ નોંધાયો હતો. શરૂઆતી બિઝનેસમાં આવેલી સામાન્ય બઢત બાદમાં અટકી ગઇ. હાલમાં સેંસેક્સમાં લગભગ 21 પોઇન્ટની બઢત સાથે બિઝનેસ થઇ રહ્યો છે. તો બીજી તરફ નિફ્ટીમાં 11,150ની ઉપર કારોબાર નોંધવામાં આવી રહ્યો છે. 

આટલા લાખ કરોડનું છે શેર બજાર, ફક્ત મે મહિનામાં રોકાણકારોના ડૂબ્યા 7 લાખ કરોડ


કયા શેરોમાં જોવા મળી તેજી-મંદી
ગુરૂવારે શરૂઆતી બિઝનેસમાં ટાટા મોટર્સ, પાવર ગ્રિડ કોર્પોરેશન, યસ બેંક, UPL, વેદાંતા, ઇંફોસિસ, બજાજ ફાઇનાન્સ, અદાણી પોર્ટ્સ, હિંડાલ્કો, જી એન્ટરટેનમેંટ, હીરો મોટોકોર્પ, ટાટા સ્ટીલ, બજાજ ફિનસર્વ, HUL, વિપ્રો, NTPC, એશિયન પેંટ્સ, રિલાયન્સ, ભારતી ઇંફ્રાટેલ અને આઇસીઆઇસીઆઇ બેંકમાં મજબૂતી સાથે બિઝનેસ નોંધવામાં આવ્યો. 


બીજી તરફ કારોબારની શરૂઆતમાં ઇંડિયાબુલ્સ હાઉસિંગ, IOC, BPCL, સન ફાર્મા, સિપ્લા, કોટક મહિંદ્વા, આયશર મોટર્સ, લાર્સન, ITC, કોલ ઇન્ડીયા, HDFC અને ઇંડસઇંડ બેંકમાં નબળાઇ સાથે બિઝનેસ થયો.