ઘટાડા સાથે ખુલ્યું બજાર, સેન્સેક્સમાં આવ્યો આશરે 400 અંકનો ઘટાડો
મુકેશ અંબાણીના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરોમાં સવારે સેશનમાં આશરે 5%ને ઘટાડો નોધવામાં આવ્યો હતો.
નવી દિલ્હી: વૈશ્વિક બજારોથી મળેલા સંકેતોના કારણે ઘરેલુ બજારમાં મોટી માત્રામાં ઘટાડો જોવા મળી રહ્યા છેય સેન્સેક્સમાં 400 અંકનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી 10300અંક સુધી સરક્યું હતું. જ્યારે ભારતના સૌથી ધનીર ગણાતા મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરોમાં સવારે સેશનમાં આશરે 5 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. રિલાયન્સના પરિણામ આપેક્ષા કરતા ઓછા બતાવામાં આવી રહ્યા છે. ઇન્ફોસીસ અને ટીસીએસના શેરોમાં 2 ટકાનો ઘટાડો નોધવાયો હતો. આ સિવાય યસ બેંક, એક્સિસ બેંક સહિતના શેરોમાં 4 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.
નબળા થઇ રહેલા રૂપિયાના રોકાણકારોને વિશ્વાસ પાછો આવી રહ્યો નથી. તીસ શેરો વાળા સેન્સેક્સ આ દિવસે 34,563.29 અંક સાથે નબળું ખુલ્યું હતું. બુધવારે 34,779.58 અંક પર બંધ થયો હતો. ગુરુવારે દશેરાના દિવસે બજારમાં રજા હોવાથી બંધ રાખવામાં આવ્યું હતું. અને શરૂ થતા જ દબાણ દેખાઇ રહ્યું હતું.
બેકીંગ સેક્ટરમાં પણ થયો ઘટાડો
સપ્ટેમ્બરના ત્રિમાસીય પરિણામો સામે આવવાથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરમાં આવેલા ઘટાડો પરિણામો આવ્યા બાદ પણ હજી યથાવત છે. આ સિવાય યસ બેંક, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ, HCL ટેક, ઇન્ફોસિસ અને અલ્ટ્રા ટેક સિમેન્ટમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.
રૂપિયામાં પણ થયો 12 પૈસાનો ઘટાડો
ડોલરની સરખામણીએ રૂપિયામાં ઘટાડો શુક્રવારે પણ યથાવત રહ્યો હતો. આયાતકારો દ્વારા ડોલરની માંગને ચાલુ રાખીને શરૂઆતી વ્યાપારમાં રૂપિયોને ડોલરની સરખામણીએ 12 પૈસા તૂટીને 73.48ના સ્તર પર આવી ગયો હતો. આ વર્ષે જાન્યુઆરી બાદ રૂપિયામાં 15 ટકાનો ઘટાડો આવી ચૂક્યો છે.