નવી દિલ્હી : આજે ઓપનિંગ ટ્રેન્ડમાં સેન્સેક્સમાં 1,000 પોઇન્ટ્સનો કડાકો નોંધાયો છે. શેરબજારમાં આ સ્થિતિ વૈશ્વિક પરિબળો તેમજ રૂપિયાની કિંમતમાં થયેલા ઘટાડાને કારણે જોવા મળી છે. આ સંજોગોમાં સેન્સેક્સ અને  નિફ્ટી બંનેમાં મોટો કડાકો જોવા મળ્યો છે. યુએસ માર્કેટમાં નોંધાયેલી હલચલને કારણે એશિયાના માર્કેટમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે  અને એની સીધી અસર સેન્સેક્સ પર પડી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિફ્ટીની વાત કરીએ તો એમાં પણ શરૂઆતમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી-50માં 263.45 પોઇન્ટનો ઘટાડો નોંધાયો છે અને 10,196.65ના સ્તર પર બિઝનેસ શરૂ કર્યો છે. શરૂઆતના બિઝનેસમાં તેલ કંપનીઓના શેરોમાં ઉછાળ જોવા મળ્યો છે. નિફ્ટી-50માં ઓએનજીસી, હિંદુસ્તાન પેટ્રોલિયમ અને  ગેલના શેયર પોઝિટીવ બિઝનેસ કરી રહ્યા છે. ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ લિમિટેડના શેયર, બજાર ફાઇનાન્સ, એક્સિસ બેંક તેમજ યસ બેંકના શેયર નેગેટિવ બિઝનેસ કરી રહ્યા છે.


બુધવારની વાત કરીએ તો અઠવાડિયાના ત્રીજા દિવસે શેરબજારના બિઝનેસની શરૂઆત તેજી સાથે થઈ હતી અને ઘરેલુ શેરમાર્કેટ ઉછાળ સાથે બંધ થયું હતું. બુધવારે સેન્સેક્સ 461.42 પોઇન્ટના વધારે સાથે બંધ થયો હતો. આ વધારા સાથે એ 34760.89ના સ્તર પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ તેજી જોવા મળી હતી અને એ 159.10 પોઇન્ટની તેજી સાથે 10460.10ના સ્તર પર બંધ થયો હતો. 


બિઝનેસના સમાચાર જાણવા માટે કરો ક્લિક...