બજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સમાં 917 અને નિફ્ટીમાં 271 પોઈન્ટનો વધારા સાથે બંધ
સેન્સેક્સના 30માંથી 26 અને નિફ્ટીના 50માંથી 44 શેર વધારા સાથે બંધ થયા હતા. એચડીએફસી બેન્કના શેરમાં 2.7 ટકાને તેજી જોવા મળી હતી.
મુંબઈઃ શેર બજારમાં બજેટની મંદી પૂરી થઈ ગઈ છે. મંગળવારે સેન્સેક્સ 917 પોઈન્ટના વધારા સાથે 40789 પર બંધ થયો હતો. નિફ્ટી 271.78 પોઈન્ટ ઉપર 11,979.65 પર બંધ થયો હતો. આજની તેજીથી બજારમાં બજેટના દિવસે થયેલા નુકસાનની ભરપાઈ થઈ ગઈ છે. શનિવારે બજેટની જાહેરાતની બજાર પર નકારાત્મક અસર થઈ હતી. તે દિવસે સેન્સેક્સ 988 અને નિફ્ટી 300 પોઈન્ટના નુકસાનમાં રહ્યાં હતા.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 1.7 ટકાની તેજી
સેન્સેક્સના 30માંથી 26 અને નિફ્ટીના 50માંથી 44 શેર વધારા સાથે બંધ થયા હતા. એચડીએફસી બેન્કના શેરમાં 2.7 ટકાને તેજી જોવા મળી હતી. હીરો મોટોકોર્પ 2 ટકા વદ્યો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં 1.7 ટકા અને અલ્ટ્રાટેક સીમેન્ટમાં 1.6 ટકાનો વધારો જોવા મળ્યો હતો. ઇન્ડસઇન્ડ બેન્કમાં 1.5 ટકા અને આઈટીસીમાં 1.4 ટકા વધારો થયો. બીજી તરફ બજાજ ઓટોના શેરોમાં 1.2 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ભારતીય એરટેલ 1 ટકા અને એશિયન પેઇન્ટ્સ 0.5 ટકા નીચે આવ્યો હતો. ટાટા સ્ટીલમાં પણ 0.5 ટકાનું નુકસાન થયું હતું.
બજારમાં તેજીના 3 કારણો
ઇકોનોમીમાં સુધારના સંકેતઃ મેન્યુફેક્ચરિંગ સેક્ટની ગતિવિધિઓમાં પાછલા 8 વર્ષમાં સૌથી તેજ ગતિથી વધવાથી ઇકોનોમીને લઈને રોકાણકારોની ચિંતાઓ ઓછી થઈ છે. જાન્યુઆરીમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરના પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (પીએમઆઈ) 55.30 ટકા નોંધાયો છે. તેમાં આંતરરાષ્ટ્રીય બજારમાં માગ વધવાનું મહત્વનું યોગદાન રહ્યું છે. નવા ઓર્ડર મળવાથી તેજી જોવા મળી છે. સોમવારે પીએમઆઈના આંકડા આવ્યા હતા.
ક્રુડ ઓયલમાં ઘટાડોઃ બ્રેન્ટ ક્રૂટના ભાવમાં સોમવારે 3.8 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. તે 2.17 ડોલર ઘટીને 54.45 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયો હતો. આ પાછલા વર્ષે જાન્યુઆરી બાદ સૌથી નીચલી સપાટી છે. કોરોના વાયરસની અસરને કારણે ચીનથી માગ ઘટવી અને ઓપેક તપફથી પ્રોડક્શન ઘટાડવાની આશંકાને કારણે ક્રુડ સસ્તું થયું હતું. પરંતુ મંગળવારે કારોબારમાં 0.40 ટકાના વધારાની સાથે 54.66 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું હતું.
આંતરરાષ્ટ્રીય બજારોમાં વધારોઃ વિશ્લેષકો પ્રમાણે એશિયન બજારમાં વધારાને કારણે ભારતીય બજારોમાં પણ તેજી જોવા મળી હતી. ચીનની બજારમાં પણ સ્થિરતા જોવા મળી રહી છે, સોમવારે 8 ટકાનો ઘટાડો થયો હતો. જાપાનના ઇન્ડેક્સ નિક્કેઇમાં મંગળવારે 0.1 ટકાનો વધારો થયો હતો. અમેરિકાનું શેર બજાર પણ સોમવારે ફાયદામાં રહ્યું હતું.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube