SENSEX TODAY: શેર માર્કેટમાં મોટો ઘટાડો, 1492 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ; નિફ્ટી 15,900 થી નીચે
SENSEX TODAY: શેર માર્કેટમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 1492 પોઇન્ટ તૂટ્યો છે. જ્યારે નિફ્ટિ 15,900 થી નીચે કારોબાર કરી રહ્યો છે.
SENSEX TODAY: ભારતીય શેર બજારની શરૂઆત ભાર ઘટાડા સાથે થતી જોવા મળી રહી છે. આ મામલે પહેલાથી જ અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે આ અઠવાડિયે શેર બજારમાં ઘટાડો જોવા મળી શકે છે. રોકાણકારો રશિયા યુક્રેન સંઘર્ષ અને ક્રુડ ઓઇલના વધતા ભાવને લઇને ચિંતત છે. રાજ્યની વિધાનસભા ચૂંટણીના પરિણામો આ અઠવાડિયે જાહેર કરવામાં આવશે, જેની અસર દલાલ સ્ટ્રીટ પર પડી શકે છે. ત્યારે એશિયામાં બજારમાં ઘટાડો ચાલુ રહ્યો, કારણ કે હોંગકોંગ, શાંઘાઈ, જાપાન, દક્ષિણ કોરિયા અને ઓસ્ટ્રેલિયા જેવા મુખ્ય બજારોમાં શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.
BSE સેન્સેક્સ 1468 પોઈન્ટ ઘટીને 52865 પોઈન્ટ પર કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, NSE નિફ્ટી 425 પોઈન્ટના ઘટાડા સાથે 15,820 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો છે.
જ્યારે બજાર ખુલ્યું ત્યારે સેન્સેક્સ 1,326.62 પોઈન્ટ અથવા 2.44% ઘટીને 53,007.19 પર અને નિફ્ટી 357.40 પોઈન્ટ અથવા 2.20% ઘટીને 15,888 પર હતો. સેન્સેક્સ પેકમાં ICICI બેન્ક, મારુતિ, બજાજ ફાઇનાન્સ, L&T અને એશિયન પેઇન્ટ્સ (5 ટકા સુધી નીચે) ટોચ પર રહ્યા. BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો સવારના વેપારમાં 2.3 ટકાના ઘટાડાની સાથે વ્યાપક બજારોને નુકસાન થયું હતું.
ઓટોમેકરે ઝડપથી વિકસતા એસયુવી સેગમેન્ટમાં તેની હાજરી વધારવાની યોજના શેર કર્યા પછી મારુતિ સુઝુકી ઈન્ડિયાના શેરનો ભાવ 6% ઘટીને રૂ. 6,825 થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube