મુંબઇ: કારોબારી સત્રના બીજા દિવસે મંગળવારે પણ શેર બજાર સાથે બંધ થયું. બેકિંગ તથા ટેક્નોલોજી કંપનીઓમાં તેજીના લીધે બીએસઇનો 31 કંપનીઓના શેરો પર આધારિત સંવેદી ઇન્ડેક્સ 159.06 અથવા 0.45 ટકા ઉછાળા સાથે 35,513.14 પર બંધ થયો. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઇ)ના 50 કંપનીઓના શેરો પર આધારિત સંવેદી ઇન્ડેક્સ નિફ્ટી 57 પોઈન્ટ એટલે કે 0.54 ટકાના ઉછાળા સાથે 10,685.60 બંધ થયો. સોમવારે શેર બજાર ઉછાળા સાથે બંધ થયું હતું. સેંસેક્સ 373.06 પોઈન્ટની તેજી સાથે 35,354.08 પર બંધ થયો. તો બીજી તરફ 101.85 પોઈન્ટ એટલે કે 0.97 ટકા ઉછાળા સાથે 10,628.60 પર બંધ થયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિવસભરના કારોબારમાં સેંસેક્સે 35,555.16નું ઉચ્ચ સ્તર અને 35,262.97 નું ન્યૂનતમ સ્તરને અડક્યો હતો. તો બીજી તરફ 10,695.15નું ઉચ્ચતમ સ્તર જ્યારે 10,596.35નું નૂન્યતમ સ્તરને અડક્યો. બીએસઇ પર 14 કંપનીઓના શેરોમાં લે-વેચ અને 17 કંપનીઓના શેરોમાં વેચાવલી જોવા મળી. તો બીજી તરફ એનએસઇ પર 26 કંપનીઓના શેર ગ્રીન જોનના નિશાન પર રહ્યા, જ્યારે 25 કંપનીઓના શેર લાલ નિશાન પર બંધ થયા. 


વેપારના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો