મુંબઈઃ શેર બજારમાં ચડાવ-ઉતાર ભર્યો કારોબાર થઈ રહ્યો છે. સેન્સેક્સની શરૂઆત 82 પોઈન્ટ ઉપર 39,765.64 થઈ હતી. પરંતુ થોડા સમયમાં તે નિચે આવી ગયો હતો. કારોબાર દરમિયાન ઇન્ડેક્સ 39,785.02ની ઉપરી અને 39,629.72ની નિચલી સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટીએ 33 પોઈન્ટ ઉપર 11,958.35 પર શરૂઆત કરી પરંતુ ત્યારબાદ ઘટાડો થયો હતો. તે 11,958.55 ઉચ્ચ અને 11,900.55ની નિચલી સપાટી વટાવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેન્સેક્સના 30માંથી 17 અને નિફ્ટીના 50માંથી 25 શેરોમાં વધારો જોવા મળ્યો હતો. યસ બેન્કમાં 4 ટકા અને વેદાંતામાં 2.5 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ઇન્ફોસિસ, ટીસીએસ અને કોલ ઈન્ડિયાના શેરોમાં 1-2 ટકા સુધીની તેજી જોવા મળી હતી. 


બીજીતરફ ભારતી એરટેલ, એસબીઆઈ, લાર્સન એન્ડ ટૂબ્રો અને એચડીએફસીના શેરોમાં 1-2 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. હિન્દુસ્તાન યૂનીલીવર, આઈસીઆઈસીઆઈ બેન્ક, બજાજ ફાયનાન્સ અને કોટક બેન્કના શેરોમાં 0.5થી 1 ટકાનું નુકસાન જોવા મળ્યું હતું.