રોકાણકારોને માલામાલ કરી દીધા આ શેરે, 4200% ટકાની તોફાની તેજી, 2 રૂપિયા પરથી 85 પાર પહોંચ્યો
EV VEHICLE : ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) ચાર્જિંગ સોલ્યુશન્સ ઉપલબ્ધ કરાવતી કંપની સર્વોટેક પાવર સિસ્ટમ્સના શેરોમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે.
EV VEHICLE : ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) ચાર્જિંગ સોલ્યુશન્સ ઉપલબ્ધ કરાવતી કંપની સર્વોટેક પાવર સિસ્ટમ્સના શેરોમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. કંપનીના શેર મંગળવારે 5 ટકાની તેજી સાથે 85.50 રૂપિયા પર પહોંચ્યા. સતત બીજા દિવસે કંપનીના શેર અપર સર્કિટ પર જોવા મળ્યા. સર્વોટેક પાવર સિસ્ટમ્સે ઈનોવેટિવ ઈવી ચાર્જિંગ ટેક્નોલોજીસ માટે ઈલેક્ટ્રા ઈવીની સાથે પાર્ટનરશીપ કરી છે. જેને પગલે તમને મોટો લાભ મળી શકે છે.
3 એપ્રિલના રોજ તો વળી આ શેર 89 રૂપિયા પાર પહોંચી ગયો
સર્વોટેક પાવર સિસ્ટમ્સના શેરોનું 52 અઠવાડિયાનું હાઈ લેવલ 108.70 રૂપિયા છે. જ્યારે કંપનીના શેરોનું 52 અઠવાડિયાનું લો લેવલ 17.53 રૂપિયા છે. આજે 3 એપ્રિલના રોજ તો વળી આ શેર 89 રૂપિયા પાર પહોંચી ગયો છે.
4200%ની જબરદસ્ત તેજી
સર્વોટેક પાવર સિસ્ટમ્સના શેરોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. કંપનીના શેર 4 નવેમ્બર 2021ના રોજ 1.99 રૂપિયા પર હતા. સર્વોટેક પાવર સિસ્ટમ્સના શેર 2 એપ્રિલ 2024ના રોજ 85.50 રૂપિયાના સ્તરે પહોંચ્યા છે. કંપનીના શેરોમાં આ સમયગાળામાં લગભગ 4200 ટકાનો ઉછાળો આવ્યો છે. જો કોઈ વ્યક્તિએ 4 નવેમ્બર 2021ના રોજ સર્વોટેક પાવર સિસ્ટમ્સના શેરોમાં એક લાખ રૂપિયા લગાવ્યા હોય અને રોકાણ જાળવી રાખ્યું હોત તો હાલના સમયમાં સર્વોટેક પાવર સિસ્ટમ્સના શેરોની વેલ્યુ 42.96 લાખ રૂપિયા થઈ ગઈ હોય.
એક વર્ષમાં 353% ચડી ગયા શેર
સર્વોટેક પાવર સિસ્ટમ્સના શેરોમાં છેલ્લા એક વર્ષમાં 353 ટકાનો ઉછાળો આવ્યો છે. કંપનીના શેર 3 એપ્રિલ 2023ના રોજ 18.90 રૂપિયા પર હતા. સર્વોટેક પાવર સિસ્ટમ્સના શેર 2 એપ્રિલ 2024ના રોજ 85.50 રૂપિયા પર પહોંચી ગયા. જ્યારે છેલ્લા 2 વર્ષમાં સર્વોટેક પાવર સિસ્ટમ્સના શેરોમાં 819 ટકાની જબરદસ્ત તેજી જોવા મળી છે. કંપનીના શેર 1 એપ્રિલ 2022ના રોજ 9.31 રૂપિયા પર હતા. સર્વોટેક પાવર સિસ્ટમ્સના શેર 2 એપ્રિલ 2024ના રોજ 85.50 રૂપિયા પર પહોંચ્યા છે.
(Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube