નવી દિલ્હી: રિઝર્વ બેંકના નવા ગર્વનર શક્તિકાંત દાસે મુંબઇમાં આરબીઆઇના હેડક્વાટરમાં કાર્યભાર સંભાળી લીધો છે. તે આજે 4 વાગે પત્રકાર પરિષદ યોજશે. સરકારે ગઇકાલે જ શક્તિકાંત દાસને રિઝર્વ બેંકના નવા ગર્વનર બનાવ્યા છે. ઉર્જિત પટેલના રાજીનામા બાદ આ પદ ખાલી થયું હતું. ઉર્જિત પટેલે સરકારની ખેંચતાણ અને અંગતકારણોસર રાજીનામું આપી દીધું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઇએએસના પૂર્વ અધિકારી શક્તિકાંત દાસની ઓળખ એક એવા નોકરશાહ તરીકે છે જેમણે કેંદ્રમાં ત્રણ અલગ-અલગ નાણામંત્રીઓ સાથે સહજતાથી કામ કર્યું છે. એવામાં નોર્થ બ્લોકથી માંડીને મિંટ સ્ટ્રીટ સુધી તેમની યાત્રાને એક એવા વ્યક્તિ તરીકે જોવામાં આવી રહ્યા છે જે જટિલ મુદ્દાઓ પર સહમતિ બનાવામાં વિશ્વાસ ધરાવે છે.

BIG NEWS: પેટ્રોલ-ડીઝલમાં મળી મોટી રાહત, પેટ્રોલ 10.76 રૂપિયા થયું સસ્તુ


શક્તિકાંત દાસને કાર્ય અમલીકરણમાં દક્ષ અને ટીમના વ્યક્તિ ગણવામાં આવે છે. આ પ્રમાણે તેમને ભારતીય રિઝર્વ બેંક ગર્વનર પદ માટે તેમને એક યોગ્ય પસંદગી ગણવામાં આવે છ. ઉદાહરણ તરીકે ગત ત્રણ દાયકામાં આ પ્રથમવાર બન્યું છે જ્યારે નાણા મંત્રાલય સાથે તણાવ વચ્ચે કોઇ ગર્વનરે રાજીનામું આપી દીધું છે. તેમણે પોતે ટ્વિટ કરી પોતાના કાર્યભાર સંભાળવાની જાણકારી આપી છે. 

બાળકોની ટ્યૂશન ફીને ના સમજો ખર્ચ, બચાવશે તમારા 3 લાખ રૂપિયા


શક્તિકાંત દાસ વિશે
પૂર્વ નાણા સચિવ અને નાણા પંચના સભ્ય શક્તિકાંત પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના એકદમ વિશ્વાસપાત્ર છે. કેંદ્રીય આર્થિક બાબતોના સચિવના રૂપમાં શક્તિકાંત દાસ દેશના સૌથી શક્તિશાળી લોકોમાંના એક ગણવામાં આવે છે. જોકે તેમના કામથી પ્રભાવિત થઇને મોદી સરકારે નોટબંધી બાદ આર્થિક બાબતોના સચિવ પદનો કાર્યકાળ ત્રણ મહિના માટે વધારી દીધો હતો. તે માર્ચ 2017માં નિવૃત થવાના હતા. તેમનો કાર્યકાળ 31 મે 2017 સુધી વધારી દેવામાં આવ્યો હતો.


શક્તિકાંત દાસ નિવૃતિ બાદ ભારતના 15મા નાણા પંચ અને ભારતના શેરપા જી-20માં સભ્ય છે. તાજેતરમાં બૂનસ આયર્સમાં બે દિવસીય વાર્ષિક જી-20 બેઠક દરમિયાન શક્તિકાંત દાસને ભારતના શેરપા નિયુક્ત કરવામાં આવ્યા હતા. આરબીઆઇ ગર્વનર દાસે ભારતના આર્થિક મામલા સચિવ, ભારતના રાજસ્વ અને ભારતના કૃષિ સચિવમાં પણ કામ કર્યું છે.