Mahavir Jayanti Holiday: જો આજે તમે શેરબજારમાં વેપાર કરવાનું અથવા બેંકમાં કોઈ કામ કરવાની યોજના બનાવી છે, તો આજે જ તમારી યોજના બદલો. હા, દેશના અલગ-અલગ શહેરોમાં મહાવીર જયંતિના આયોજનને કારણે બેંક અને શેરબજારમાં ટ્રેડિંગ બંધ છે. એટલું જ નહીં સરકારી કચેરીઓમાં પણ આજે રજા છે. આરબીઆઈ દ્વારા 4 એપ્રિલ (મંગળવાર)ના રોજ જારી કરવામાં આવેલા કેલેન્ડરમાં મહાવીર જયંતિ નિમિત્તે રજા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાલુ સપ્તાહમાં બે દિવસની રજા
શેરબજારની વાત કરીએ તો એપ્રિલ મહિનામાં ત્રણ દિવસ અને ચાલુ સપ્તાહમાં બે દિવસની રજાઓ છે. 4 એપ્રિલે મહાવીર જયંતિ, 7 એપ્રિલના રોજ ગુડ ફ્રાઈડે અને 14 એપ્રિલે બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે શેરબજાર બંધ રહેશે. શેરબજારની સાથે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX)નું સવારનું સત્ર પણ 4 એપ્રિલે બંધ રહેશે. સાંજનું સત્ર સાંજે 5 થી 11.30 સુધી ખુલ્લું રહેશે.


આ પણ વાંચો: દુલ્હને Whatsapp પર વરરાજાને મોકલ્યો આવો મેસેજ, વાંચીને ધ્રૂસકે-ધ્રૂકકે રડવા લાગ્યો
આ પણ વાંચો: સોનાએ આપ્યું બમ્પર વળતર! GOLDનો ભાવ 68000એ પહોંચશે, આ છે મોટા કારણો
આ પણ વાંચો: સસ્તામાં કાર ખરીદવી પડી ન જાય મોંઘી! વપરાયેલી કાર ખરીદતી વખતે આ છેતરપિંડીથી બચો
આ પણ વાંચો: Car Care Tips: Ohh No! પેટ્રોલની જગ્યાએ ડીઝલ ભરાઈ ગયું છે, તો પહેલાં કરો આ કામ


ક્યાં રહેશે બેંકમાં રજા
આરબીઆઈના કેલેન્ડર મુજબ મહાવીર જયંતિ નિમિત્તે દેશના વિવિધ શહેરોમાં બેંક રજાઓ છે. આ પ્રસંગે અમદાવાદ, આઈઝોલ, બેલાપુર, બેંગ્લોર, ચંદીગઢ, ચેન્નાઈ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, રાયપુર અને રાંચીમાં બેંકો બંધ છે. અહીં બેંકિંગનું કામ હવે પછીના કામકાજના દિવસે એટલે કે 5મી એપ્રિલે કરવામાં આવશે.


હૈદરાબાદમાં બાબુ જગજીવન રામ જયંતિના કારણે 5મી એપ્રિલે પણ બેંકમાં રજા રહેશે. આ ઉપરાંત મહાવીર જયંતિની રજાના કારણે તમામ સરકારી કચેરીઓ બંધ છે.


આ પણ વાંચો: Indian Railways: આ છે 'કરોડપતિ' TT, મુસાફરોને દંડ ફટકારી ભરી દીધો રેલવેનો ખજાનો
આ પણ વાંચો:
 Sexual Diseases: કોઇપણ લક્ષણો વિના થઇ શકે છે આ 5 યૌન રોગ, શું તમે જાણો છો?
આ પણ વાંચો: ગેસ પર શેકેલી રોટલી આટલી છે ખતરનાક, સ્ટડીમાં થયો ખુલાસો
આ પણ વાંચો: પાણીમાં ડૂબી ગયા 17.50 કરોડ, આ ફ્લોપ ખેલાડીએ પોતાના દમ પર ડુબાડી મુંબઇની નૈયા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube