શેર માર્કેટમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સમાં 464 પોઈન્ટનો ઉછાળો અને નિફ્ટી10880ને પાર
બેકિંગ, આઇટી અને પાવર સેક્ટરમાં આવેલી તેજીથી શેર બજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો. ગત ઘણા ટ્રેડિંગ સેશનના ઘેરાવામાં ફર્યા બાદ બજારમાં શાનદાર તેજીની સાથે બંધ થયો. બપોર બાદ અચાનક સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર તેજી આવી. જેના લીધે કારોબારના અંતમાં સેન્સેક્સ 464 પોઈન્ટ અને નિફ્ટી 150 પોઈન્ટનો ઉછાળો મળ્યો.
દિવસની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં હતા. કારોબારના અંતમાં મુંબઇ સ્ટોક એક્સચેંજનો સેન્સેક્સ 464 પોઈન્ટ વધીને 36318ના સ્તર પર બંધ થયો. તો બીજી તરફ નિફ્ટી 149.20 પોઈન્ટની તેજી સાથે 10886ના સ્તર પર બંધ થયો.
બેંક શેરોમાં પણ ખરીદી તરફ વલણ રહ્યું અને બેંક નિફ્ટી 150 પોઈન્ટ એટલે કે 0.6 ટકાના વધારા સાથે 27400.75ના સ્તર પર બંધ થયો. મિડકૈપ ઈંડેક્સ પણ 100 પોઈન્ટ વધીને બંધ થયો. આજના કારોબારમાં વિપ્રો, ટેક મહિંદ્વા, યસ બેંક અને HPCL માં સૌથી વધુ તેજી જોવા મળી.
ઘટાડામાં રહ્યા આ શેર
આજના કારોબારમાં ચોતરફ ખરીદી બાદ પણ મારૂતિ, ICICI બેંક અને ગેલમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો. ઓઈલ એન્ડ ગેસ શેરોમાં પણ આજે સારી તેજી જોવા મળી. બીએસઈના ઓઈલ એન્ડ ગેલ ઈંડેક્સ આજે 1.7 ટકા ચઢીને બંધ થયો.
આઈટી, મેટલ શેરોમાં તેજી
આઈટી, મેટલ, રિયલ્ટી અને ફાર્મા શેરોમાં આજે સૌથી વધુ તેજી જોવા મળી છે. નિફ્ટીના આઇટી ઈન્ડેક્સ 3 ટકા, મેટલ ઈન્ડેક્સ 1.6 ટકા, ફાર્મા ઈન્ડેક્સ 0.9 ટકા અને રિયલ્ટી ઈન્ડેક્સ 1.79 ટકા બઢ્ત સાથે બંધ થયા હતા.