Stock Market Updates: માર્કેટ ડાઉન જવાને કારણે રોકાણકારોને મોટો ફટકો પડી શકે છે. છેલ્લા બે દિવસથી શેર માર્કેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દુનિયાભરના બજારોમાંથી મળતા ખરાબ સંકેતો વચ્ચે ગુરૂવાર સવારથી શેર માર્કેટ ઘટાડા સાથે ખુલ્યું અને દિવસભર લાલ નિશાન સાથે કારોબાર કર્યો. ઘરેલું શેર માર્કેટમાં દિવસભર વેચાણનો દોર ચાલ્યો હતો અને સેન્સેક્સ તેમજ નિફ્ટી સતત બીજા દિવસે ઘટાડા સાથે બંધ થયા. કારોબાર દરમિયાન સેન્સેક્સ 52,669.51 ના લો લેવલ સુધી ગયો. ત્યારે નિફ્ટી 15,775.20 પોઇન્ટના સ્તરે ગયો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુરૂવાર સવારે શેર માર્કેટની શરૂઆત ઘટાડા સાથે થઇ હતી. આજના દિવસે સેન્સેક્સ 53,307.88 અને નિફ્ટી 15,971.40 ના સ્તર પર ખુલ્યા હતો. ત્યારે કારોબારી સત્રના અંતમાં 30 પોઇન્ટવાળો સેન્સેક્સ 1416.30 પોઈન્ટના ઘટાડા સાથે 52,792.23 પર આવી ગયો. જ્યારે 50 પોઇન્ટવાળો નિફ્ટી 430.90 ના ઘટાડા સાથે 15,809.40 પોઈન્ટ પર બંધ થયો. નિફ્ટીના ટોપ લૂઝર્સમાં વિપ્રો, એચસીએલ ટેક્નોલોજી, ટેક મહિન્દ્રા, ટીસીએસ અને ઇન્ફોસિસ રહ્યા. ત્યારે ટોપ ગેનર્સની લિસ્ટમાં માત્ર આઇટીસી, ડો રેડ્ડી અને પાવરગ્રિડના શેર રહ્યા. 


શું દયાબેન બાદ હવે તારક મહેતા શાને અલવિદા કહી રહ્યા છે તારક? પ્રોડ્યુસરે કર્યો મોટો ખુલાસો


આઇટીસીના ત્રિમાસિક પરિણામ આવ્યા બાદ શેરમાં લગભગ સાડા ત્રણ ટકાનો ઉછાળો જોવા મળ્યો. કારોબારના અંતમાં સેન્સેક્સના આઇટીસી, ડો રેડ્ડી અને પાવરગ્રિડના શેરને છોડી તમામ શેરમાં ઘટાડો જોવા મળ્યો. આજના દિવસભરના કારોબાર દરમિયાન મેટલ, આઇટી, ફાર્મા, રિયલ્ટી, ઓટો અને બેંક શેરમાં ભારે દબાણ રહ્યું. તો બીજી તરફ સુપ્રીમ કોર્ટે ગુરૂવારના સાયરસ મિસ્ત્રીની સમીક્ષા અરજી નકારી દીધી. તેમણે ટાટાની વિરૂધ સમીક્ષા અરજી દાખલ કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube