નવી દિલ્લીઃ છેલ્લા સત્રમાં સેન્સેક્સ અને નિફ્ટીને અગાઉના બંધ સ્તરોથી ઉપર લાવવામાં સફળ મળી ન હતી અને બજાર ઘટાડા સાથે બંધ થયું હતું. બુધવારના કારોબારમાં સેન્સેક્સ 69 પોઈન્ટ ઘટીને 57,232ના સ્તરે અને નિફ્ટી 29 પોઈન્ટના ઘટાડા સાથે 17063ના સ્તરે બંધ થયો હતો. વ્લાદિમીર પુતિને યુક્રેનમાં લશ્કરી કાર્યવાહીનો આદેશ  આપતા વૈશ્વિક બજારો ઉપર યુદ્ધની ગંભીર અસર પડી રહી છે. ભારતીય શેરબજારમાં પ્રારંભિક કડાકો બોલ્યો છે. Sensex 2000 અને Nifty 590 અંક ઘટાડા સાથે નજરે પડ્યા છે. શરૂઆટી કારોબારમાંજ બંને મુખ્ય ઇન્ડેક્સ 3.5 ટકાના ઘટાડાને દર્શાવી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શેરબજારની છેલ્લી સ્થિતિ (9.45 AM)
SENSEX    55,192.84    −2,039.22 (3.56%)
NIFTY    16,472.35    −590.90 (3.46%)
રોકાણકારોને ભારે નુકસાન
રોકાણકારોને ગણતરીની જ મિનિટમાં 9 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. સેન્સેક્સ-લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 247.18 લાખ કરોડ છે જે ગઈકાલે રૂ. 255 લાખ કરોડ હતું.


રશિયા અને યુક્રેન વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. રશિયા અને યુક્રેન વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક બજારોમાં ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકાના બજારો વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયા છે. ડાઉ જોન્સ 464 પોઈન્ટ ઘટીને 1.38 ટકાના ઘટાડા સાથે 33131 પર બંધ રહ્યો હતો. આ જ Nasdaq માં પણ 2.50% થી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો અને ઈન્ડેક્સ 344 પોઈન્ટના ઘટાડા સાથે 13037 પર બંધ થયો હતો. એટલું જ નહીં, રશિયા અને યુક્રેન વચ્ચેના તણાવને કારણે ક્રૂડ ઓઈલ 98 ડોલરની નજીક પહોંચી ગયું છે. એશિયન માર્કેટની વાત કરીએ તો અહીં પણ વેચાણ જોવા મળી રહ્યુંછે. SGX નિફ્ટી પણ લાલ નિશાન સાથે ખુલે છે અને આ ઈન્ડેક્સ 290 પોઈન્ટનો ઘટાડો દર્શાવે છે. સમાચાર એએફપી ન્યૂઝ એજન્સીને ટાંકીને અહેવાલ છે કે વ્લાદિમીર પુતિને યુક્રેનમાં લશ્કરી કાર્યવાહીનો આદેશ આપ્યો છે. પુતિને યુક્રેનની સેનાને આત્મસમર્પણ કરવા હાકલ કરી છે.


આજે બજારમાં આ મુદ્દાઓ હલચલ લાવી-
પુતિને યુક્રેન ઉપર હુમલાના આદેશ આપ્યા
ડાઉ 465 પોઈન્ટ તૂટ્યો તો નાસ્ડેક 344 પોઈન્ટ ઘટીને બંધ રહ્યો
SGX નિફ્ટી 16800 ની નીચે દેખાયો
બ્રેન્ટ ક્રૂડ 98 ડોલર સુધી તો સોનું 1910 ડોલર સુધી ઉછળ્યું
FII અને DII ડેટા
23 ફેબ્રુઆરીના ટ્રેડિંગ સેશન દરમિયાન, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ બજારમાંથી રૂ. 3417.16 કરોડ પાછા ખેંચ્યા હતા. ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DII) એ રૂ. 3024.37 કરોડ.


આ પહેલા બુધવારે સ્થાનિક શેરબજારે સારી શરૂઆત કરી હતી, પરંતુ સાંજના અંત સુધીમાં તમામ ગતિ ઓસરી ગઈ હતી. દિવસના કામકાજના અંતે સેન્સેક્સ અને નિફ્ટી બંને ખોટમાં હતા. જ્યારે ટ્રેડિંગ સમાપ્ત થયું ત્યારે સેન્સેક્સ 68.62 પોઈન્ટ (0.12 ટકા) ઘટીને 57,232.06 પોઈન્ટ પર હતો. NSE નિફ્ટી પણ 28.95 પોઈન્ટ (0.17 ટકા)ના ઘટાડા સાથે 17,063.25 પર હતો. આ રીતે બજાર સતત છઠ્ઠા દિવસે બંધ રહ્યું.