ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ) દ્વારા દ્વિમાસિક આર્થિક નિતિની જાહેરાત બાદ શેરબજારમાં કડાકો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 350 પોઈન્ટ તૂટ્યો હતો, તો નિફ્ટી 113 પોઈન્ટના ઘટાડા સાથે 10,800થી નીચે રહ્યો હતો. સન ફાર્મા 6 ટકાની નબળાઇ સાથે ટોપ લૂઝર રહ્યો હતો. તો ટાટા મોટર્સ લગભગ 3 ટકાની નબળાઇ સાથે બંધ થયો હતો. જોકે પછી શેર બજારમાં સામાન્ય રિકવરી જોવા મળી અને સેંસેક્સ 249.90 પોઈન્ટના ઘટાડા સાથે 35884 અને નિફ્ટી 86.60 ઘટીને 10782 પર બંધ થયો હતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરબીઆઇની પોલિસી પહેલાં શેરબજારમાં કડાકો, સેન્સેક્સમાં 200 પોઈન્ટનો ઘટાડો


માટે તૂટ્યા ટાટા મોટર્સના શેર
એસએંડપી દ્વારા મોટર્સના ઇશ્યુઅર ક્રેડિટ અને સીનિયર અનસિક્યોર્ડ નોટ્સની રેટિંગ બીબીથી ઘટીને બીબી માઇનસ કરવામાં આવતાં તેના શેરમાં જોરદાર આંચકો લાગ્યો. ટાટા મોટર્સના શેર લગભગ 3 ટકા ઘટાના ઘટાડા સથે ખૂલ્યો. શેર 2.85 ટકાની નબળાઇ સાથે 370 રૂપિયા પર ટ્રેંડ કરી રહ્યો હતો. 

ડોલરના મુકાબલો રૂપિયાની બોલબાલી વધી, ઇરાન બાદ હવે આ દેશ પણ રૂપિયામાં કરશે લેણદેણ


આરબીઆઇએ યથાવત રાખ્યો રેપો રેટ
આરબીઆઇએ રેપો રેટ અને રિવર્સ રેપો રેટને સ્થિર રાખ્યો છે. હાલ રેપો રેટ 6.5 ટકા છે. તો રિવર્સ રેપો રેટ 6.25 ટકા છે. જોકે બેંકે આ નાણાકીય વર્ષ માટે વિકાસ દર 7.5 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે.