અમેરિકામાં ફેડરલ રિઝર્વના વ્યાજ દર વધ્યા બાદ આંતરરાષ્ટ્રીય બજારોમાં તેજીનું વલણ બદલાતાં સ્થાનિક શેર માર્કેટમાં 7 દિવસોની તેજી પર ગુરૂવારે લગામ લાગી ગઇ છે. બોમ્બે સ્ટોક એક્સચેંજના 30 શેરોવાળો સેન્સેક્સ શરૂઆતી કારોબારમાં 250 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. જોકે તેણે પછી ઘટાડાને થોડી હદ સુધી ઓછો કર્યો અને કારોબારની સમાપ્તિ પર સેન્સેક્સ 52.66 પોઈન્ટ એટલે કે 0.14 ટકાની નરમાઇ સાથે 36,431.67 પર બંધ થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 15.60 પોઈન્ટ એટલે કે 0.14 ટકા ઘટીને 10,951.70 પોઈન્ટ પર બંધ થયો હતો. અમેરિકામાં ફેડરલ રિઝર્વે આ વર્ષે ચોથીવાર મુખ્ય વ્યાજ દર વધારવાની જાહેરાત કરી દીધી. અમેરિકામાં હવે વ્યાજદર 2008 બાદ ટોચના સ્તર પર છે. તેનાથી આંતરરાષ્ટ્રીય બજારોમાં તેજી અટકાઇ ગઇ. 


બિઝનેસમેનો કહ્યું કે રૂપિયામાં મજબૂતી અને ક્રૂડ ઓઇલમાં નરમાઇથી સ્થાનિક બજારોના ઘટાડા પર થોડી લગામ રહી. સેન્સેક્સની કંપનીઓમાં યસ બેંક, હીરો મોટોકોર્પ, મહિંદ્વા એન્ડ મહિંદ્વા, એશિયન પેંટ્સ, સન ફાર્મા, ટાટા મોટર્સ, એલએંડટી અને એચડીએફસી બેંકના શેર ફાયદામાં રહ્યા. તેમના શેર 3.93 ટકા સુધી ચઢ્યા હતા. 


જોકે ભારતીય એરટેલ, ભારતીય સ્ટેટ બેંક, વિપ્રો, વેદાંતા, મારૂતિ સુઝુકી, આઇસીઆઇસીઆઇ બેંક, એક્સિસ બેંક અને રિલાયન્સ ઇંડસ્ટ્રીઝને 2.18 ટકા સુધીનું નુકસાન વેઠવું પડ્યું હતું. શેર બજારોના અસ્થાયી આંકડા અનુસાર બુધવારે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઇ)એ 1,209.21 કરોડ રૂપિયાના શેરોની શુદ્ધ લેવાલી કરી. જોકે સ્થાનિક સંસ્થાગત રોકાણકારો (ડીઆઇઆઇ) 481.46 કરોડ રૂપિયાની શુદ્ધ વેચવાલી રહી.