Share Market Holidays: માર્ચ મહિનામાં કયાં-કયાં દિવસે બંધ રહેશે શેર બજાર, જુઓ લિસ્ટ
Share Market Holidays: શેર માર્કેટ માર્ચ મહિનામાં શનિવાર અને રવિવાર સિવાય 3 દિવસ બંધ રહેવાનું છે. માર્ચ મહિનામાં મહાશિવરાત્રિ, હોળી અને ગુડ ફ્રાઇડેની રજાઓ આવશે.
નવી દિલ્હીઃ સ્થાનીક શેર બજારમાં ફેબ્રુઆરી મહિનામાં તેજી જોવા મળી છે. 4 દિવસ બાદ ફેબ્રુઆરી મહિનો પૂરો થવાનો છે. ત્યારબાદ માર્ચ મહિનાની શરૂઆત થઈ જશે. આગામી મહિને એટલે કે માર્ચ મહિનામાં શેર બજારમાં ઘણી રજા રહેશે. આ દરમિયાન બજારમાં કોઈ કારોબાર થશે નહીં.
શેર બજારમાં દર સપ્તાહના શનિવાર અને રવિવારે રજા રહે છે પરંતુ કેટલાક પબ્લિક હોલિડે પર પણ શેર બજારનું કામકાજ બંધ રહે છે. માર્ચમાં આવા ત્રણ પબ્લિક હોલિડે છે, જેના પર શેર બજારમાં કારોબાર થશે નહીં. આ વર્ષે માર્ચ મહિનામાં 5 શનિવાર અને 5 રવિવાર છે.
શેર બજારમાં માર્ચમાં 3 રજાઓ
શેર બજાર માર્ચના મહિનામાં ત્રણ દિવસ બંધ રહેવાનું છે. મહાશિવરાત્રિ પર 8 માર્ચે શેર બજારમાં ટ્રેડિંગ થશે નહીં. 25 માર્ચે હોળીના કારણે અને 29 માર્ચે ગુડ ફ્રાઇડે પર શેર બજાર બંધ રહેવાનું છે. આ દરમિયાન નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઈન્ડેક્સ પર ઈક્વિટી, ડેરિવેટિવ અને એસએલબી સેગમેન્ટમાં કારોબાર થશે નહીં.
આ પણ વાંચોઃ દુનિયાના સૌથી મોંઘા શેર, ખરીદતા પહેલા કરોડપતિ પણ 10 વાર વિચારશે
માર્ચમાં કેટલા શનિવાર અને રવિવારે બંધ રહેશે બજાર
2 માર્ચ-શનિવાર
3 માર્ચ- રવિવાર
9 માર્ચ-શનિવાર
10 માર્ચ- રવિવાર
16 માર્ચ-શનિવાર
17 માર્ચ- રવિવાર
23 માર્ચ- શનિવાર
24 માર્ચ- રવિવાર
30 માર્ચ-શનિવાર
31 માર્ચ- રવિવાર
2 માર્ચે ડિજાસ્ટર રિકવરી સાઇટ પર સ્વિચ થશે NSE નો કારોબાર
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)એ 2 માર્ચના સેશનને લઈને કહ્યું કે ટ્રેડિંગ સેશન ઈક્વિટી અને ઈક્વિટી ડેરિવેટિવ બંને સેગમેન્ટમાં થશે. આ દરમિયાન એક દિવસ માટે એનએસઈનો કારોબાર ડિજાસ્ટર રિકવરી સાઇટ પર સ્વિચ થશે. પ્રથમ સ્પેશિયલ લાઇવ સેશન 45 મિનિટનું હશે, જે સવારે 9.15 કલાકે શરૂ થશે. બીજુ સ્પેશિયલ સેશન સવારે 11.30 કલાકે શરૂ થશે અને બપોરે 12.30 કલાકે પૂર્ણ થશે.