મુંબઈઃ Share Market Latest Update:  આજે શેર બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સવારે 21 પોઈન્ટના વધારા સાથે ખુલેલુ માર્કેટ સાંજ થતા થતા 1145 પોઈન્ટના મોટા ઘટાડા સાથે 50 હજારના સ્તરથી નીચે આવી ગયું અને  49,744 પોઈન્ટ પર બંધ થયું હતું. દિવસના કારોબારમાં સેન્સેક્સ  50,986.03 પોઈન્ટની ઉચ્ચ સપાટી અને 49,617.37 ની નીચલી સપાટી પર પહોંચ્યો હતો. તો આજે સવારે 18 પોઈન્ટના વધારા સાથે ખુલેલી નિફ્ટી સાંજે 306 પોઈન્ટના ઘટાડા સાથે 14,675 પોઈન્ટ પર બંધ થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સવારનું સત્ર કેવું રહ્યું
આ પહેલા વૈશ્વિક બજારોના નરમ સંકેતો વચ્ચે મોટી કંપનીઓના શેરમાં ઘટાડો થવાથી સોમવારે શરૂઆતી કારોબારમાં સેન્સેક્સમાં 200થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો. બીએસઈનો 30 શેરવાળો સૂચકઆંક સેન્સેક્સ એક સમયે ઘટીને  50,685.42 પોઈન્ટ પર આવી ગયો. પરંતુ બાદમાં તેણે નુકસાનની ભરપાઈ કરી અને 65.13 પોઈન્ટ એટલે કે 0.13 ટકાના ઘટાડા સાથે 50,824.63 પર ચાલી રહ્યો હતો. આ રીતે એનએસઈ નિફ્ટી 8.40 પોઈન્ટ એટલે કે 0.06 ટકા નીચે 14,973.35 પોઈન્ટ પર કારોબાર કરી રહી હતી. 


આ પણ વાંચોઃ Petrol-Diesel ના ભાવ પર નાણામંત્રીનું મોટું નિવેદન, 'પેટ્રોલ-ડીઝલને GST ના દાયરામાં લાવવા પર વિચારવું પડશે'


પાછલા સપ્તાહે કેવો હતો બજારનો માહોલ
પાછલા સપ્તાહે શુક્રવારે ઓટો, બેન્કિંગ, નાણા સહિત મોટાભાગના સેક્ટરોના શેરોમાં બિકવાલી રહી. સેન્સેક્સ પાછલા સત્રથી 435 પોઈન્ટના ઘટાડા સાથે  50,890 પર બંધ થયો અને નિફ્ટી 137 પોઈન્ટના ઘટાડા સાથે 14,982 નજીક પહોંચી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube