મુંબઇ: બજેટના દિવસે શેર બજારે સારી શરૂઆત કરી છે. સેંસેક્સ અને નિફ્ટી બંને ગ્રીન ઝોનમાં ખુલ્યા છે. જોકે નિફ્ટીની શરૂઆત થોડી ધીમી રહી, પરંતુ થોડી મિનિટોમાં જ માર્કેટે સ્પીડ પકડી લીધી છે. સેંસેક્સ 125 પોઈન્ટ પર કારોબાર કરી રહ્યો છે. તો બીજી તરફ નિફ્ટીમાં 40 પોઈન્ટની તેજી જોવા મળી રહી છે. શેર બજારને પણ બજેટથી ઘણી આશાઓ છે. ગત બે દિવસથી બજારે શાનદાર ઉંચાઇ પ્રાપ્ત કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

9:20 AM: બજેટના ભાષણ પહેલાં નિફ્ટી 10850ના મહત્વપૂર્ણ લેવલને પાર કરવામાં સફળ રહ્યો છે. સેંસેક્સ 83 પોઈન્ટ ચઢીને 36340ના સ્તર પર ખુલ્યો. નિફ્ટી 29.30 પોઈન્ટ 10860.30ના સ્તર પર ખુલ્યો. 


9:15 AM: બજારની શરૂઆતમાં 458 શેર ગ્રીન નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. તો બીજી તરફ 275 શેર લાલ નિશાન પર કારોબાર કરી રહ્યા છે. તો બીજી તરફ 34 શેર એવા છે, જેમાં ફ્લેટ કારોબાર જોવા મળ્યો. 


કયા શેરોમાં તેજી
ડાબર, ભારતી એરટેલ, UPLમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. તો બીજી તરફ વેદાંતામાં ઝડપથી ઘટાડો જોવા મળ્યો છે. શરૂઆતના કારોબારમાં વેદાંતામાં 14 ટકાનો ઘટાડો જોવા મળ્યો. 


9:00 AM: રૂપિયાએ પણ બજેટના દિવસે મજબૂત શરૂઆત કરી છે. ગઇકાલે 71.08ના લેવલના મુકાબલે આજે રૂપિયો 71/$ ના સ્તર પર ખુલ્યો.