મુંબઇ: દેશના શેરબજારમાં સપ્તાહના બીજા કારોબારી દિવસે પણ મજબૂતી સાથે ખુ્લ્યું છે. સવારે આશરે 10-40 વાગ્યે 30 શેર વાળા સેન્સેક્સમાં 329.82 અંકોના ઉછાળા સાથે 35194.92 પર કારોબાર કરી રહ્યો છે. લગભગ આ જ સમયે નિફ્ટી 89.65 અંક વધીને 10604.75ના સ્તર પર જોવા મળ્યા હતા. આપેલા મંગળવારે સવારે મુંબઇ સ્ટોક માર્કેટ એક્સચેન્જ(બીએસઇ)ના સવારે 30 શેરો પર આધારિત સેન્સેક્સ ઇન્ડેક્સમાં 139.23 અંકોની મજબૂતી જોવા મળી હતી, સાથે જ 35,004.33 પર જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ(એનએસઇ)ના 50 શેરના નિફ્ટીના આધારે સેન્સેક્સ ઇન્ડેક્સ 37.55 પોઇન્ટના વધારા સાથે 10,550.15 પર ખૂલ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિડકૈપ અને સ્મોલ કેપ શેરોમાં પણ દેખાઇ તેજી 
સેન્સેક્સ સવારે 10.07 વાગ્યો 243.44 અંકોની મજબૂતી સાથે 35,114.54 પર જ્યારે નિફ્ટી લગભાગ આ જ સમયે 64.60 અંકોના વધારા સાથે 10,577.10 અંકો પર વેપાર કરતો દેખાઇ રહ્યો છે. વેપાર દરમિયાન મિડકૈપ અને સ્મોલકૈપ શેરોમાં પણ ખરીદી જોવા મળી રહી છે. બીએસઇ અને નિફ્ટી પર મિડકૈપ ઇન્ડેક્સમાં પણ મજબૂતી દેખાઇ રહી છે.


વધુ વાંચો...70% ડિસ્કાઉન્ટ સાથે કરો હવાઇ યાત્રા, આજથી AirAsia પર મળી રહી છે બંપર ઓફર


આઇટીના શેરોમાં વેચવાનો માહોલ 
બેંકિંગ, રિયલ્ટી, ફાર્મા, મેટલ, ઓટો, એફએમસીજી, અને મૂડી ગુડ શેરમાં ખરીદી ચાલુ છે. આઇટીના શેરોમાં વેચાણનો માહોલ યથાવત છે. ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ, એશિયન પેઇન્ટસ, ઇન્ડસઇન્ડ બેન્ક, અદાણી પોર્ટ્સ, બજાજ ફાઇનાન્સ, આઈસીઆઈસીઆઈ બેંક અને યશ બેન્કમાં પણ તેજી જોવા મળી હતી. જોકે, એચસીએલ ટેક, ભારતી ઈન્ફ્રાટેલ, હિન્દાલ્કો, બીપીસીએલ અને વિપ્રોમાં થોડો ઘટાડો થયો હતો.


વધુ વાંચો...મોઘવારી દરમાં વધારો: ખાદ્ય ચીજવસ્તુઓ સહિત પેટ્રોલ ડિઝલના ભાવ પહોચ્યાં આસમાને


આ પહેલા સોમવારે ઉતાર-ચઢાવ ભર્યા વેપાર વચ્ચે સેન્સેક્સ 132 અંકનો વધી 34,865.10 અંક પર બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ પણ વધારા અને ઘટાડા સાથે અંતમાં 40 અંક વધીને 10,512.50 અંક પર બંધ થયો હતો.