નવી દિલ્હી: ચીનની ચિંતાને પાછળ છોડી આજે ભારતીય શેર બજાર શાનદાર ઉંચાઈ પર પહોંચી ગયું છે. બીએસઈ સેન્સેક્સ (BSE Sensex) શુક્રવારના 60 હજાર પાર ખુલ્યો છે. બીએસઈ સેન્સેક્સ 273 પોઈન્ટના ઉછાળા સાથે આજે 60,158.76 પર ખુલ્યો છે અને થોડી જ વારમાં વધારા સાથે 60,333 ની નવી ઉંચાઈ સુધી પહોંચી ગયો છે. આ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (NSE Nifty) 75 પોઈન્ટના ઉછાળા સાથે 17,897.45 પર ખુલ્યો અને વધારા સાથે 17,947.65 સુધી પહોંચી ગયો. નિફ્ટીનો પણ આ અત્યાર સુધીનો રેકોર્ડ સ્તર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇન્ટરનેશન માર્કેટથી સારા સંકેત
અમેરિકાના કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વએ વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યા નથી. જેના કારણે દુનિયાભરના શેર માર્કેટમાં ગુરૂવારના મૂડ પોઝિટિવ રહ્યો છે. તેનાથી આ સંકેત મળે છે કે, અત્યાર અમેરિકન સરકાર રાહત પેકેજને પરત લેવાના પગલાં ઉઠાવશે નહીં. ચીનના કેન્દ્રીય બેંકે બેકિંગ સિસ્ટમમાં રોકડ મૂકીને Evergrande મુદ્દે થોડી રાહત આપવાનો પ્રયત્ન કર્યો છે.


PM Modi ના વિઝનના કાયલ થયા અમેરિકન બિઝનેસમેન, દિલ ખોલીને કરી પ્રશંસા; વાંચો કોણે શું કહ્યું?


ચીનની એક રિયલ એસ્ટેટ કંપની Evergrande નાદાર જાહેર થવાની કગાર પર છે અને તેની અસર સમગ્ર દુનિયાના શેર માર્કેટ (Share Market) પર પડી રહી છે. એવરગ્રેંડના ઉપર લગભગ 304 અબજ ડોલર (લગભગ 22.45 લાખ કરોડ રૂપિયા) નું દેવુ છે. આશંકા છે કે, આ ક્યાંકને ક્યાંક ચીનમાં અમેરિકાના સબ-પ્રાઈમ અને લીમેન બ્રધર્સ જેવો સંકટ સાબિત ના થયા.


ગઈકાલે શેર માર્કેટમાં આવી શાનદાર તેજી
ગુરૂવારના પણ શેર માર્કેટમાં શાનદાર તેજી જોવા મળી હતી. બપોર 3.12 વાગ્યાની આસપાસ સેન્સેક્સ 1030 પોઇન્ટના ભારે ઉછાળા સાથે 59,957.25 સુધી પહોંચી ગયો. આ સાથે જ સેન્સેક્સ-નિફ્ટીએ ઉંચાઈનો નવો રેકોર્ડ બનાવ્યો. ગુરૂવારના બીએસઈ સેન્સેક્સ 431 પોઈન્ટની તેજી સાથે 59,358.18 પર ખુલ્યો. કારોબારના અંતમાં સેન્સેક્સ 958.03 પોઈન્ટની તેજી સાથે 59,885.36 પર પહોંચી ગયો.


Petrol ના વધતા જતા ભાવને લઇને મોટા સમાચાર! સરકારે કહ્યું ક્યારે અને કેવી રીતે સસ્તુ થશે પેટ્રોલ


આ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 124 પોઈન્ટની તેજી સાથે 17,670.85 પર ખુલ્યો. બપોરના 3.12 વાગ્યાની આસપાસ નિફ્ટી 17,843.90 ના સ્તર પર પહોંચી ગયો. કારોબારના અંતમાં નિફ્ટી 280.40 પોઇન્ટની તેજી સાથે 17,827.05 પર બંધ થયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube