દિવાળી પહેલા શેર માર્કેટમાં ઘટાડો, સેન્સેક્સ 34 હજારથી નીચે
વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઇ)એ જાહેર કરેલા વેચાણના કારણે બુધવારના શરૂઆતના વ્યાપારમાં સેન્સેક્સ 200 પોઇન્ટ કરતા વધું નીચે ગયો હતો.
મુંબઇ: દિવાળી પહેલા દેશના મુખ્ય શેર માર્કેટમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. આરબીઆઇ અને કેન્દ્ર સરકારની વચ્ચે તણાવ વધવા તેમજ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઇ)એ જાહેર કરેલા વેચાણના કારણે બુધવારના શરૂઆતના વ્યાપારમાં સેન્સેક્સ 200 પોઇન્ટ કરતા વધું નીચે ગયો હતો. બોમ્બે શેર માર્કેટના 30 શેરોવાળા સંવેદનશીલ ઈન્ડેક્સ સેન્સેક્સ મજબૂતી સાથે ખુલ્યા બાદ તાત્કાલીક તેમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 163.74 પોઇન્ટ એટલે કે 0.48 ટકા ઘટી 33,727.39 પોઇન્ટ પર રહ્યો હતો. એક સમય અહીંયા 237.65 પોઇન્ટનો ઘટાડો થયો હતો. કારોબારી સત્ર દરમિયાન લગભગ 11:30 વાગ્યે સેન્સેક્સ 86.06 પોઇન્ટ ઘટાડા સાથે 33,805.07ના સ્તર પર વેપાર કરી રહ્યો હતો. લગભગ આ સમયે 50 શેરવાળા નિફ્ટી 16.55 પોઇન્ટ ઘટીને 10,181.85ના સ્તર પર જતો રહ્યો હતો.
ઉર્જિત પટેલનું રાજીનામું આપવાની અફવાઓ
મંગળવારે સેન્સેક્સ 176.27 પોઇન્ટ એટલે કે 0.52 ટકા ઘટીને 33891.13 પોઇન્ટ પર રહ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જને નિફ્ટી 62.55 પોઇન્ટ એટલે કે 0.61 ટકા ઘટીને 10,135.85 પોઇન્ટ પર રહ્યો હતો. સરકાર દ્વાર રિઝર્વ બેન્ક એક્ટ ઓફની ધારા 7ના ઉપયોગ કરવા પર ગવર્નર ઉર્જિત પટેલનું રાજીનામુ આપવાની અફવાઓ ચાલી રહી છે. સરકાર આ ધારનો ઉપયોગ ગવર્નરને તેમના મુદ્દા પર સલાહ અને સૂચનો આપવા કરે છે. જેમના વિશે સરકારને લાગે છે કે આ મુદ્દે ગંભીર છે અને સાર્વજનિત હિતમાં છે.
બેન્કોના શેરમાં ઘટાડો
ટાટા સ્ટિલ, કોલ ઇન્ડિયા, ભારતી એરટેલ, પાવર ગ્રિડ, એનટીપીસી, ઇન્ડસઇન્ડ બેન્ક, અડાણી પોર્ટ્સ, આઇટીસી, વિપ્રો અને વેદાંતના શેર 4 ટકા ઘટી ગયા છે. જોકે ઇન્ફોસિસ, એચડીએફસી બેન્ક, યસ બેન્ક, હીરો મોટોકોર્પ, સન ફાર્મા અને ઓએનજીસીના શેર 2 ટકા સુધી વધી ગયા છે. કારોબારીયોએ કહ્યું કે ઉર્જિત પટેલના રાજીનામાના સમાચારની અફવાઓનું બજાર પર દબાણ જોવા મળી રહ્યું છે. પ્રાથમિક પોઇન્ટ અનુસાર, મંગળવારે એફપીઆઇ 1,592.02 કરોડ રૂપિયાનો ચોખ્ખા વેચનાર હતા.
જોકે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ 1,363.04 કરોડ રૂપિયાની શુદ્ધ ખરીદી કરી છે. વૈશ્વિક બજારોમાં એશિયન બજારો શરૂઆતી કારોબારમાં જાપાને નક્કી 1.7 ટકા, ચીનના શંઘાઇ કંપોઝીટ 1.13 ટકા, હોંગકોંગનું હેંગ સેંગ 0.60 ટકા અને તાઇવાનનું શેર બજાર 1.80 ટકાની તેજીમાં રહ્યું છે. અમેરિકાનું ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ મંગળવારે 1.77 ટકા વધીને બંધ થયો હતો.
(ઇનપુટ એજન્સી)