Stock Market Updates: વૈશ્વિક બજારમાં હળવી રાહતના સંકેતો બાદ તેની અસર સ્થાનિક શેરબજારમાં પણ જોવા મળી હતી. ગુરુવારે વેચવાલીના દબાણમાં ભારે ઘટાડા સાથે બંધ થયેલા ભારતીય શેરબજાર શુક્રવારે સવારે લીલા નિશાન સાથે ખુલ્યું હતું. શરૂઆતના કારોબારમાં જ સેન્સેક્સ અને નિફ્ટીમાં 1.5 ટકાથી વધુનો વધારો થયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે ભારતીય શેરબજાર ઉછાળા સાથે ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ ઇન્ડેક્સ પાછલા દિવસોની મજબૂત ઘટાડામાંથી રિકવર થઈને 773 પોઈન્ટ્સ અથવા 1.46 ટકાના ઉછાળા સાથે 53,565 પર ટ્રેડિંગ શરૂ કરી રહ્યો છે, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 240 પોઈન્ટ્સ અથવા 1.52 ટકાના ઉછાળા સાથે 16,050 ના સ્તર પર ઊંચકાયો છે.


Hardik Pandya: ગુજરાતની ટીમ પર જોરદાર ભડક્યો હાર્દિક, બેંગ્લોર સામે મળેલી હાર પાછળ કોના પર ઠીકરું ફોડ્યું!


લગભગ 1547 શેરમાં વધારો નોંધાયો છે. 257 શેરમાં ઘટાડો નોંધાયો છે અને 64 શેરમાં કોઈ ફેરફાર નોંધાયો નથી. ગુરુવારે છેલ્લું ટ્રેડિંગ સત્ર નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે બજાર ખુલતાની સાથે જ ગબડી ગયું હતું અને દિવસભરમાં મજબૂત ઘટાડા સાથે વેપાર થયો હતો. BSE સેન્સેક્સ 1416 પોઈન્ટ અથવા 2.61 ટકા ઘટીને 52,792 પર બંધ થયો હતો. આ સાથે NSEનો નિફ્ટી પણ 431 પોઈન્ટ અથવા 2.65 ટકાના ઘટાડા સાથે 15,809 પર બંધ થયો હતો. ગુરુવારે આ ઘટાડાને કારણે રોકાણકારોને રૂ. 6.7 લાખ કરોડનું નુકસાન થયું છે.


Post Office માં એક વર્ષની FD પર મળી રહ્યું છે આટલું વ્યાજ, જાણો 5 સૌથી મોટી બેંકોમાં કેટલું મળે છે રિટર્ન!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube