સામાન્ય ઘટાડા સાથે બજારની શરૂઆત, સેન્સેક્સ 35890 અને નિફ્ટી 10,776 પર
નવી દિલ્હીઃ સપ્તાહના અંતિમ દિવસે કારોબારમાં બજારની શરૂઆત સામાન્ય ઘટાડા સાથે થઈ હતી. પરંતુ ત્યારબાદ બજાર ફરી ઉપર આવી ગયું હતું. સવારે 9 કલાક અને 47 મિનિટે સેન્સેક્સ 35986.66 અને નિફ્ટી 10806.85 પર જોવા મળ્યા હતા. આ સમયે નિફ્ટી-50મા સામેલ 50 શેરોની વાત કરીએ તો 33 લાલ નિશાન અને 17 લીલા નિશાન પર કારોબાર કરી રહ્યાં છે. નોંધનીય છે કે, ગુરૂવારે બજાર બંધ થયું ત્યારે સેન્સેક્સ 150 પોઈન્ટની તેજીની સાથે 35929 અને નિફ્ટી 53 પોઈન્ટની તેજી સાથે 10791 પર બંધ થયું હતું.