Alphalogic Techsys Limited Share: આઈટી કંપની આલ્ફાલોજિક ટેકસિસ લિમિટેડના શેર છેલ્લા કેટલાક સેશન્સથી ચર્ચામાં છે. આલ્ફાલોજિક ટેકસિસ લિમિટેડના શેર સતત શાનદાર રિટર્ન આપી રહ્યા છે. કંપનીના શેરોમાં ગુરુવારે જબરદસ્ત તેજી જોવા મળી. આ કંપનીના શેરોમાં આજે 5 ટકાની અપર સર્કિટ પણ લાગી અને તે 346.05 રૂપિયાના 52 અઠવાડિયાના હાઈ પર પહોંચી ગયા. શેરોમાં આ તેજી પાછળ એક જાહેરાત છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત જાણે એમ છે કે કંપનીએ 22મી મેના રોજ શેર બજારને જણાવ્યું કે તેના બોર્ડ મેમ્બરે 14:48 ના રેશિયોમાં બોનસ શેર આપવા પર મંજૂરી આપી દીધી છે. તેનો અર્થ એ થયો કે એલિજિબલ શેરહોલ્ડર્સને 48 શેરો પર 14 શેર ફ્રીમાં બોનસ તરીકે મળશે. 


જાણો માહિતી
કંપનીએ શેર બજારને જણાવ્યું છે કે તેના બોર્ડ મેમ્બરની બે્ઠક 22 મેના રોજ આયોજિત થઈ. બોર્ડે 14:48ના રેશિયોમાં બોનસ શેર જારી કરવાની ભલામણ કરી. એટલે કે દરેક 48 માટે 14 ઈક્વિટી શેર આપવામાં આવશે. બોનસ શેરો માટે શેરધારકોની યોગ્યતા નક્કી કરવાની રેકોર્ડ તિથિ બાદમાં જણાવવામાં આવશે. અત્રે જણાવવાનું કે આલ્ફાલોજિક ટેકસિસ લિમિટેડ 2018ની કંપની છે. તેની માર્કેટ કેપ 1621.41 કરોડ રૂપિયા છે. 


જબરદસ્ત રિટર્ન
અત્રે જણાવવાનું કે  કંપનીના શેર ગજબનું રિટર્ન આપી રહ્યા છે. છેલ્લા 5 દિવસમાં તેમાં 28 ટકા સુધીની તેજી જોવા મળી છે. મહિનાભરમાં આ શેર 180 ટકા ચડી ગયા. છ મહિનામાં આ શેર 500 ટકા ચડ્યા છે. આ દરમિયાન તેની કિંમત 57 રૂપિયાથી વધીને હાલની કિંમત સુધી પહોંચી ગઈ છે. આ વર્ષે YTD માં એટલે કે લગભગ 5 મહિનામાં આ શેર 411 ટકા સુધી ચડી ગયા છે. વર્ષભરમાં તેણે 1115.92 ટકાનું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. વર્ષ પહેલા આ શેરની કિંમત 28 રૂપિયા હતી. તેનું 52 અઠવાડિયાનો હાઈ પ્રાઈસ 346.05 રૂપિયા અને 52 અઠવાડિયાનો લો પ્રાઈસ 27.01 રૂપિયા છે. 


 (Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)