આમ તો કંપનીઓ ડિવિડન્ડની જાહેરાત કરતી રહે છે. શેર બજારમાં લિસ્ટેડ એક કંપનીએ ડિવિડન્ડની જાહેરાત કરી છે. આ કંપની મસમોટું ડિવિડન્ડ તેના રોકાણકારોને આપવાની છે. ડિવિડન્ડની જાહેરાત બાદ કંપનીના શેરમાં ઉછાળો પણ નોંધાયો છે. નબળી બજાર સ્થિતિમાં પણ આ શેર 14 ટકા જેટલો ચડ્યો હતો. છેલ્લા પાંચ દિવસ દરમિયાન આ કંપનીના શેરમાં 6.66 ટકાની તેજી જોવા મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેટલું મળશે ડિવિડન્ડ
અહીં જે કંપનીની વાત અમે કરી રહ્યા છે તે છે એસ્ટર ડીએમ હેલ્થકેર. જેના બોર્ડે 12 એપ્રિલ 2024ના રોજ ડિવિડન્ડની મંજૂરી આપી હતી. તેનો એક્સ ડેટ 23 એપ્રિલ છે. એટલે કે જેની પણ પાસે 23 એપ્રિલ 2024 સુધી આ કંપનીના શેર ધરાવતા હશે તેમને પ્રતિ શેર 118 રૂપિયાનું સ્પેશિયલ ડિવિડન્ડ મળશે. 


છ મહિનામાં 57.58 ટકાનું રિટર્ન
ડિવિડન્ડની જાહેરાત બાદ રોકાણકારો તો જાણે આ કંપની પર તૂટી પડ્યા છે અને ખુબ ખરીદી કરી છે. જેના કારણે હોસ્પિટલ ચેન એસ્ટર ડીએમ હેલ્થકેરના શેરોમાં 15 એપ્રિલના રોજ 14 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો. આ કંપનીના શેર મંગળવારે મામૂલી ઘટાડા સાથે 520 રૂપિયા પર બંધ થયા હતા. એક મહિનામાં આ શેરમાં 20.57 ટકાની તેજી આવી છે. જ્યારે છ મહિનામાં આ સ્ટોક 57.58 ટકા ચડ્યો છે. 


એક વર્ષમાં ડબલ થઈ રકમ
જો કોઈએ આ કંપનીના શેરને એક વર્ષ પહેલા ખરીદ્યા હોત તો આજે તેના રોકાણની રકમ લગભગ ડબલ થઈ જાત. એક વર્ષમાં આ સ્ટોકે 108 ટકાનું રિટર્ન આપ્યું છે. શેરનું 52 વીકનું હાઈ લેવલ 558 રૂપિયા અને 52 વીકનું લોઅર પ્રાઈસ 240.40 રૂપિયા છે. સર્કિટ લીમિટ 20 ટકા છે. કંપનીની માર્કેટ કેપ 26200 કરોડ રૂપિયા પાર છે. 


લાખો રૂપિયાનો લાભ
માની લો કે જો તમારી પાસે એસ્ટર ડીએમ હેલ્થકેરના 1000 શેર તમે 23 એપ્રિલ પહેલા ખરીદેલા હશે તો તમારા એકાઉન્ટમાં ડિવિડન્ડ તરીકે 118 રૂપિયા પ્રતિ શેર પ્રમાણે એક લાખ 18 હજાર રૂપિયા આવશે. પરંતુ આ માટે તમારે 1000 શેર 23 એપ્રિલ પહેલા 5 લાખ 20 હજાર રૂપિયામાં ખરીદવાના રહેશે. નોંધનીય છે કે એસ્ટર ડીએમ હેલ્થકેરે શેર બજારને જણાવ્યું છે કે કંપનીએ નાણાકીય વર્ષ 2023-24 માટે વચગાળાના ડિવિડન્ડને જાહેર નહીં કરવાનો નિર્ણય લીધો છે. જાન્યુઆરી-માર્ચ 2024 ત્રિમાસિક અને નાણાકીય વર્ષ 2024ના નાણાકીય પરિણામો પર વિચાર કરવા માટે થનારી બેઠકમાં ફાઈનલ ડિવિડન્ડ પર વિચાર કરી શકે છે. 


 (Disclaimer: આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube